Weather Forecast 13 August: હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે દેશભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ક્યાં કેટલો વરસાદ રહેશે અને રોજબરોજનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ સતત અપડેટ આપતું રહે છે. ત્યારે આજે હવામાન કેવું રહેશે તેને લઈને પણ આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને દેશના કેટલાંક રાજ્યોમાં એમાંય ખાસ કરીને કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી દેવામાં આવી છે. જેને પગલે ત્યાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજધાની દિલ્લીની વાત કરવામાં આવે તો વરસાદી માહોલ વચ્ચે દિલ્લીમાં સ્થિતિ વધુ વણસી શકે છે. કારણકે, એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ ત્યાં ભેજવાળી ગરમીને લીધે લોકો પરેશાન છે. ભેજવાળી ગરમીએ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને તેની આસપાસના લોકોને પરેશાન કર્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદની શક્યતા ઓછી છે. જોકે 14-15 ઓગસ્ટે હળવો વરસાદ પડી શકે છે.


છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-એનસીઆરમાં ચોમાસાના વરસાદને બાય-બાય કરી દીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના લોકો ભેજવાળી ગરમીનો સામનો કરી રહ્યા છે. હાલ આ ભેજવાળી ગરમીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. બીજી તરફ 14 અને 15 ઓગસ્ટે હળવો વરસાદ એટલે કે ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે.


ઓગસ્ટમાં ઓછા વરસાદની શક્યતાઃ
હવામાન વિભાગે ઓગસ્ટમાં ઓછા વરસાદની આગાહી કરી હતી. છેલ્લા એક સપ્તાહથી તડકામાં ગરમીનો અહેસાસ થયો હતો. જોકે ગરમીએ બહુ પરેશાન નહોતા કર્યા. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે પવનની આગાહી કરી છે. આવી સ્થિતિમાં થોડી ગરમીનો અહેસાસ થઈ શકે છે.


ગઈકાલે હવામાન કેવું હતુંઃ
શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 27.3 ડિગ્રી નોંધાયું હતું, જે વર્તમાન સિઝનમાં સામાન્ય છે.


એક અઠવાડિયા સુધી ગરમી ખલેલ પહોંચાડશેઃ
હવે રવિવારે ભારે પવનની આગાહી કરવામાં આવી છે. જેની સ્પીડ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની હશે. વાદળછાયું વાતાવરણ રહેશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા ઓછી છે. એટલે કે આગામી સપ્તાહમાં હવામાન શુષ્ક રહેશે. ચોમાસું 13 ઓગસ્ટ સુધી દિલ્હીની આસપાસ નથી. આ પછી 14 અને 15 ઓગસ્ટે રાજધાનીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સોમવારથી શરૂ થતા નવા સપ્તાહના સાતેય દિવસોમાં મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી રહી શકે છે.


આજે અહીં ભારે વરસાદનું રેડ એલર્ટઃ
ભારતીય હવામાન વિભાગે 13 અને 14 ઓગસ્ટે ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે 'રેડ' એલર્ટ જાહેર કર્યું છે.


આજે યુપીમાં કેવું રહેશે હવામાનઃ
13 ઓગસ્ટે યુપીના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ યુપીમાં વરસાદની સંભાવના છે, જેમાંથી એક-બે જગ્યાએ ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે બરેલી, બિજનૌર, લખીમપુર ખેરી અને મુરાદાબાદમાં ભારે વરસાદ થઈ શકે છે. તેવી જ રીતે પીલીભીત, રામપુર અને સહારનપુરની આસપાસના વિસ્તારોમાં પણ આ સમયગાળા દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. શાહજહાંપુર, સિદ્ધાર્થનગર, શામલી, સીતાપુર, શ્રાવસ્તી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 14 ઓગસ્ટે પશ્ચિમ યુપીમાં પૂર્વી યુપી કરતા વધુ વરસાદ પડી શકે છે.