Gujarat Rain: સંભાળીને રહેજો...અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં આજે આ વિસ્તારો માટે વરસાદનું રેડ એલર્ટ
Gujarat Monsoon Rain Forecast: હવામાન ખાતા મુજબ કોંકણ, ગુજરાત અને ગોવાના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. જ્યારે સેન્ટ્રલ ભારતના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા 8 જુલાઈ સુધી સતત વધશે. સમગ્ર દેશની વાત કરીએ તો 9 જુલાઈથી અહીંના કેટલાક રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધશે અને બે દિવસ સુધી ભારે વરસાદ પડશે.
Gujarat Monsoon Rain Forecast: દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાનું માનીએ તો કેટલાક રાજ્યોમાં હવે વરસાદ ઓછો થશે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. હવામાન વિભાગ દ્વારા અપાયેલી જાણકારી મુજબ આજે દક્ષિણ પ્રાયદ્વિપીય ભારતના રાજ્યોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે.
આ રાજ્યોમાં રહેશે વરસાદ
હવામાન ખાતા મુજબ કોંકણ, ગુજરાત અને ગોવાના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. જ્યારે સેન્ટ્રલ ભારતના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા 8 જુલાઈ સુધી સતત વધશે. સમગ્ર દેશની વાત કરીએ તો 9 જુલાઈથી અહીંના કેટલાક રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધશે અને બે દિવસ સુધી ભારે વરસાદ પડશે.
ગુજરાતમાં 7 જુલાઈએ ભારે થી પણ અતિભારે વરસાદનું આગાહી
હવામાન ખાતા દ્વારા 7 જુલાઈ શુક્રવારના રોજ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી, દમણ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. અત્યંત ભારે થી પણ વધુ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયું છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube