કોરોનાકાળમાં લગ્ન બન્યા `ઘાતક`, બીજા જ દિવસે દુલ્હા-દુલ્હન કોરોના પોઝિટિવ, 2 મામાના કોરોનાથી મૃત્યુ
કોરોના કાળમાં જો લગ્ન કરવાના અને લગ્નમાં મજા માણવાના અભરખા હોય તો આ કિસ્સો દરેકે જાણવા જેવો છે. આંખ ઉઘાડનારો આ અહેવાલ ખાસ વાંચો.
દહેરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં એક આર્મી ઓફિસરની પુત્રીના લગ્ન કોરોના સંક્રમણનું કેન્દ્ર બની ગઈ. આ લગ્નમાં સામેલ થયેલા સગા સંબંધીઓમાંથી અનેક લોકો કોરોના સંક્રમિત થયા અને બે લોકોના જીવ પણ ગયા. કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારોહમાં ઓછા લોકોને સામેલ થવાની અપીલ કરવામાં આવતી હોય છે. આ સાથે જ કોવિડ-19 નિયમોના પાલન માટે પણ સતત લોકોને ધ્યાન દોરવામાં આવે છે. જેનું પાલન ન કરવું લોકો માટે જીવલેણ બની શકે છે. આ વાતનો અંદાજો આ અહેવાલ પરથી તમે લગાવી શકો છો.
વૈજ્ઞાનિકોનો દાવો- આ દવાથી માત્ર 24 કલાકની અંદર Covid-19ના દર્દીઓ સાજા થઈ જશે
એક મહિલા સંબંધી હોસ્પિટલમાં દાખલ
અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ દહેરાદૂનમાં 20 નવેમ્બરના રોજ થયેલા એક લગ્નમાં કોરોનાના કારણે 2 લોકો ના મૃત્યુ થઈ ગયા. મર્ચેન્ટ નેવી ઓફિસર અને આર્મી ઓફિસરની પુત્રીના આ લગ્નમાં દુલ્હા-દુલ્હન સહિત અનેક સંબંધીઓ કોરોના સંક્રમિત થયા. જેમાંથી એક મહિલા હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે જેનું ત્યાં ડાયાલિસિસ ચાલુ છે.
Corona Update: દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 96 લાખને પાર, જાણો લેટેસ્ટ અપડેટ
દુલ્હા- દુલ્હન સહિત અને સંબંધીઓ કોરોના પોઝિટિવ
કોરોના સંક્રમિત દુલ્હા દુલ્હને કહ્યું કે લગ્ન બાદ તેઓ તરત જ હિમાચલ પ્રદેશ ફરવા જવા ઈચ્છતા હતા. જતા પહેલા તેમણે સુરક્ષા કારણોસર કોરોના ટેસ્ટ કરાવ્યો. બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને ત્યારબાદ તેમણે બધાને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી. ટેસ્ટ કરાવવામાં આવ્યો તો દુલ્હાની માતા, બહેન, બે મામા અને એક મહિલા કોરોના પોઝિટિવ નીકળ્યા. લગ્નના દસ દિવસની અંદર જ બંને મામાનું કોરોનાના કારણે મોત થઈ ગયું. જ્યારે મહિલા હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube