UP માં નહીં લાગે વીકેન્ડ કરફ્યૂ, CM યોગીની બેઠક બાદ નવી ગાઈડલાઈન જાહેર થઈ
યુપીમાં કોરોનાના વધતા કેસ જોતા સીએમ યોગી આદિત્યનાથ વહીવટીતંત્રને જરૂરી દિશા નિર્દેશ આપી દીધા છે. સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હાલ વીકેન્ડ કરફ્યૂ લાગશે નહીં
લખનૌ: યુપીમાં કોરોનાના વધતા કેસ જોતા સીએમ યોગી આદિત્યનાથ વહીવટીતંત્રને જરૂરી દિશા નિર્દેશ આપી દીધા છે. સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હાલ વીકેન્ડ કરફ્યૂ લાગશે નહીં. ટીમ-9 સાથે સીએમ યોગીએ રાજ્યમાં કોરોનાના વધતા કેસોની સમીક્ષા કરી અને જરૂરી પગલાં ભરવા માટે નિર્દેશ આપ્યા. બેઠકમાં કોરોના પ્રોટોકોલનું કોઈ પણ સંજોગોમાં પાલન કરાવવા પર ભાર રહ્યો. જેમાં કહેવાયું કે ગભરાવવાની કે પરેશાન થવાની જરૂર નથી પરંતુ સતર્કતા અને સાવધાનીની જરૂર છે. લોકોને માસ્ક અને રસી લેવાનું તથા સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પ્રેરિત કરવાનું કહેવાયું.
યુપીમાં 992 કોરોના સંક્રમિત દર્દીઓ
યુપીમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 66 હજાર 33 સેમ્પલનું પરીક્ષણ કરાયું જેમાંથી કુલ 992 નવા સંક્રમિતોની પુષ્ટિ થઈ. આ સમય દરમિયાન 77 લોકો રિકવર પણ થયા. રાજ્યમાં હાલ 3173 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.
10મા ધોરણ સુધી તમામ શાળાઓ મકર સંક્રાંતિ સુધી બંધ
ખાનગી અને સરકારી તમામ શાળાઓમાં મકર સંક્રાંતિ સુધી ધોરણ 10માં સુધી રજાઓ જાહેર કરવામાં આવે. આ સમયગાળામાં તેમનું રસીકરણ ચાલુ રહેશે. જે જિલ્લાઓમાં 1000થી વધુ કોવિડ કેસ હશે ત્યાં જીમ, સ્પા, સિનેમાહોલ, બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટ વગેરે જાહેર સ્થળોને 50 ટકા ક્ષમતા સાથે સંચાલિત કરાશે.
Delhi: નવી દારૂ પોલિસી વિવાદમાં સપડાઈ, કુમાર વિશ્વાસે કેજરીવાલ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ
લગ્ન સમારોહ માટે લેવાયો આ નિર્ણય
લગ્ન સમારોહ અને અન્ય આયોજનોમાં બંધ સ્થાનોમાં એક સમયે 100થી વધુ લોકોને મંજૂરી નહીં રહે. ખુલ્લા સ્થળો પર ગ્રાઉન્ડની કુલ ક્ષમતાની 50 ટકાથી વધુ લોકોની હાજરીને મંજૂરી નહીં. નાઈટ કરફ્યૂ રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આ વ્યવસ્થા 6 જાન્યુઆરી ગુરુવારથી પ્રભાવી રહેશે.
દવાઓની ઉપલબ્ધતા પર વિશેષ ફોકસ
બેઠકમાં કહેવાયું કે નિગરાણી સમિતિ અને ઈન્ટીગ્રેટેડ કોવિડ કમાન્ડ સેન્ટરને સંપૂર્ણ રીતે સક્રિય કરવામાં આવે. ગામડાઓમાં પ્રધાનના નેતૃત્વમાં તથા શહરી વોર્ડમાં કોર્પોરેટરોના નેતૃત્વમાં નિગરાણી સમિતિઓ એક્ટિવ રહે. ઘરે ઘરે સંપર્ક કર્યા વગર રસીકરણ માટે લોકોને ચિન્હિત કરવામાં આવે. તેમની સૂચિ જિલ્લા પ્રશાસનને આપવી. જરૂરિયાત મુજબ લોકોને મેડિસિન કિટ ઉપલબ્ધ કરાવવામાં આવે. કોવિડની સારવારમાં ઉપયોગી જીવનરક્ષક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે.
Delhi Weekend Curfew: દિલ્હીમાં લાગશે વીકેન્ડ કરફ્યૂ, નવી ગાઈડલાઈન્સ જાહેર
એમ્બ્યુલન્સ 24×7 એક્ટિવ મોડમાં
પ્રદેશના તમામ જનપદોમાં સ્થાપિત કરાયેલા ઈન્ટિગ્રેટેડ કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી) ને24×7 એક્ટિવ રાખવામાં આવે. અગાઉની જેમ ત્યાં નિયમિત બેઠકો આયોજિત કરવામાં આવે. આઈસીસીસીમાં વિશેષજ્ઞ ચિકિત્સકોની પેનલ હાજર રહે. લોકોને ટેલિકન્સલ્ટેશનની સુવિધા આપવામાં આવે. આઈસીસીસી હેલ્પનંબર જાહેર કરી તેનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવે. એમ્બ્યુલન્સ 24×7 એક્ટિવ મોડમાં રહે. સીએમ હેલ્પલાઈનથી લોકો સાથે સંવાદ કરવામાં આવે.
'પ્રયાગરાજ માઘ મેળા' માટે પણ માર્ગદર્શિકા
'પ્રયાગરાજ માઘ મેળા'માં આવનારા શ્રદ્ધાળુઓ માટે 48 કલાક પહેલાનો કોવિડ આરટીપીસીઆર નિગેટિવ રિપોર્ટ જરૂરી કરવામાં આવે. મકર સંક્રાંતિ સુધી યુપીમાં 10માં ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube