Delhi: નવી દારૂ પોલિસી વિવાદમાં સપડાઈ, કુમાર વિશ્વાસે કેજરીવાલ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર તરફથી લાગૂ કરાયેલી નવી લિકર એટલે કે દારૂ પોલિસી વિવાદમાં સપડાઈ છે. કેજરીવાલના જૂના સાથી અને જાણીતા કવિ કુમાર વિશ્વાસે આ પોલિસીને લાગૂ કરવા પાછળ લાંચખોરીનો આરોપ લગાવ્યો છે.

Delhi: નવી દારૂ પોલિસી વિવાદમાં સપડાઈ, કુમાર વિશ્વાસે કેજરીવાલ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર તરફથી લાગૂ કરાયેલી નવી લિકર એટલે કે દારૂ પોલિસી વિવાદમાં સપડાઈ છે. કેજરીવાલના જૂના સાથી અને જાણીતા કવિ કુમાર વિશ્વાસે આ પોલિસીને લાગૂ કરવા પાછળ લાંચખોરીનો આરોપ લગાવ્યો છે. વિશ્વાસે સોશિયલ મીડિયામાં કહ્યું કે નવી પોલિસી હેઠળ દારૂના ઠેકા વહેંચવા માટે 500 કરોડ રૂપિયાની લાંચ લેવાઈ છે. 

કુમાર વિશ્વાસની વિસ્ફોટક ટ્વીટ
કુમાર વિશ્વાસે સોમવારે સોશિયલ મીડિયા પર નવી દારૂ પોલિસી સંલગ્ન એક ખબર રિટ્વીટ કરતા પોસ્ટ લખી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે 'પીનારાની ઉંમર 21થી (ઘટાડી) 18 (વર્ષ) કરવા અને 1000 નવા ઠેકા ખોલવાની પોલિસી લાગૂ કરવાની ભલામણને લઈને 2016માં દિલ્હી દારૂ માફિયા, દારૂ જમાખોર વિધાયક મારી પાસે આવ્યો હતો.' વિશ્વાસે આગળ ટ્વીટ કરીને લખ્યું કે 'મે તેને ધુત્કારીને ભગાડ્યો હતો અને બંને નેતાઓને ચેતવ્યા હતા. હવે નાનાવાળાના સાળાએ 500 કરોડની ડીલમાં મામલો સેટ કરી લીધો.'

No photo description available.

વિશ્વાસના નીકટના સૂત્રોનું કહેવું છે કે તેમણે પોતાની પોસ્ટમાં બંને નેતાઓ શબ્દ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા માટે ઉપયોગમાં લીધા છે. સાથે જ નાનાવાળા લખીને તેમણે સિસોદિયા તરફ જ ઈશારો કર્યો છે. 

આરોપો બાદ ટ્વિટર પર છેડાઈ જંગ
વિશ્વાસના આ આરોપ બાદ હવે આપ વિધાયક નરેશ બાલ્યાન સાથે ટ્વિટર પર તેમની જંગ છેડાઈ ગઈ છે. કુમારના આરોપ પર દિલ્હીના ઉત્તમ નગરથી આપના ધારાસભ્ય નરેશ બાલ્યાન વિફર્યા અને ટ્વિટર પર જ જવાબ આપતા કહ્યું કે 'લાગે છે કે આજે સવારે ખોટા પદાર્થનું સેવન કરી લીધુ છે તમે. 2021 સુધી દિલ્હીમાં દારૂ પીવાની ઉંમર 25 વર્ષ હતી, નવી નીતિ બાદ 21 વર્ષ કરાઈ છે. બીજું તથ્ય એ છે કે દારૂનો એક પણ ઠેકો(દુકાન) વધ્યો નથી, 4 ઓછા થયા છે, બાકી અમને ખબર છે કે રાજ્યસભાનું દર્દ જીવનભર રહેશે, આવું જ જુઠ્ઠાણું ફેલાવતા રહો.'

— Dr Kumar Vishvas (@DrKumarVishwas) January 3, 2022

કુમારે આપ્યો વળતો જવાબ
નરેશ બાલ્યાનની આ ટ્વીટ બાદ કુમાર વિશ્વાસે પોતાના અંદાજમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે 2016માં જે વિધાયક મારી પાસે આવ્યા હ તા તે નરેશ જ હતા. કુમાર વિશ્વાસે લખ્યું કે, 'ચોર જો ચૂપ હી લગા જાતા તો વો કમ પિટતા, બાપ કા નામ બતાને કી જરૂરત ક્યા થી'. ટ્વીટમાં તેમણે વધુમાં લખ્યું કે 'મે તો ફક્ત 'દારૂ જમાખોર વિધાયક' લખ્યું હતું, તમે જ આવ્યા હતા એ જનતાને જણાવવાની જરૂર શું હતી બાળક?'

દિલ્હીની નવી પોલિસી શું છે?
દિલ્હીમાં દારૂ પીવાની કાયદાકીય ઉંમર મર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી છે. આ નવી પોલિસી મુજબ પ્રત્યેક વોર્ડમાં ત્રણ થી ચાર દુકાનો ખુલી રહી છે. પહેલા 272 વોર્ડમાં 79 વોર્ડ એવા હતા જ્યાં એક પણ દારૂની દુકાન નહતી. જ્યારે 45 વોર્ડ એવા હતા જ્યાં એકથી બે દુકાનો હતી. ફક્ત આઠ ટકા વોર્ડ એવા હતા જ્યાં છ થી 10 દારૂની દુકાનો હતી. નવી નીતિ મુજબ દિલ્હીને 32 ઝોનમાં વહેંચવામાં આવી છે. જે માટે 849 લાઈસન્સ અપાયા છે. આ પ્રકારે પ્રત્યેક ઝોનમાં સરેરાશ 26થી 27 દારૂની દુકાનો ખુલી રહી છે અથવા ખુલશે. એક ઝોનમાં આઠથી નવ વોર્ડ સામેલ કરાયા છે. આ પ્રકારે દરેક વિસ્તારમાં સરળતાથી દારૂ ઉપલબ્ધ થઈ રહ્યો છે. અત્યાર સુધી 60 ટકા દુકાનો સરકારી અને 40 ટકા ખાનગી સંચાલકોના હાથમાં હતી. હવે 100 ટકા ખાનગી સંચાલકોના હાથમાં છે. 

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંચાલિત સ્વતંત્ર દુકાન અને હોટલ પર 24 કલાક દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂની દુકાનોની સાઈઝ વધારવામાં આવી છે. પહેલા મોટાભાગની દુકાનો 150 વર્ગફૂટની રહેતી હતી હવે ઓછામાં ઓછી 500 વર્ગફૂટમાં દુકાનો ખુલી છે. લાઈસન્સ ધારક મોબાઈલ એપ કે વેબસાઈટના માધ્યમથી ઓર્ડર લઈને દારૂની હોમ ડિલિવરી થઈ શકે છે. કોઈ છાત્રાવાસ, કાર્યાલય કે સંસ્થાનમાં દારૂની ડિલિવરીની મંજૂરી નથી. હવે દુકાનનું કોઈ કાઉન્ટર રોડ તરફ નહી રહે. જ્યારે પહેલા કાઉન્ટર રોડ તરફ રહેતું હતું. 

આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય હતા કુમાર વિશ્વાસ
કુમાર વિશ્વાસ પહેલા અરવિંદ કેજરીવાલની સાથે જ હતા. વર્ષ 2011માં દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના હજારેના આંદોલનને આયોજિત કરવા પાછળ કેજરીવાલ સાથે કુમાર વિશ્વાસ જ પ્રમુખ સૂત્રધાર હતા. બાદમાં તેઓ આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય પણ બન્યા. જો કે દિલ્હીમાં આપની સરકાર બીજીવાર સત્તામાં આવ્યા બાદ તેમણે વૈચારિક મતભેદોના પગલે કેજરીવાલનો સાથ છોડી દીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news