મેષ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા અને સહકર્મચારીઓનો સાથ મળશે. ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. ધન આગમનના શુભ સંકેત મળી રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો છે પરંતુ ખાવાપીવામાં ધ્યાન રાખવું. નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને નકારાત્મક વિચારોથી અંતર રાખવું. બની શકે તો આ સપ્તાહે યાત્રા ટાળી દેવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ: ગણેશજી કહે છે, વૃષભ રાશિના જાતકોને કાર્યસ્થળે સહકર્મચારીઓનો સહયોગ મળશે. આ અઠવાડિયે ધન, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી દેખાઈ રહી છે. પરિવારમાં આમ તો સ્થિતિ સારી રહેશે પરંતુ કોઈ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ જવાના ડરે મનમાં ચિંતા રહેશે. આર્થિક મામલે સમય સારો છે. અઠવાડિયાનો અંત શુભ રહેશે. 


મિથુન: ગણેશજી કહે છે, આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો માટે ખૂબ સારું રહેવાનું છે. દાંપત્યજીવનમાં સુખ વધશે. રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવી. કાર્યક્ષેત્રે નસીબનો સાથ મળશે. યાત્રા દ્વારા પણ આ સપ્તાહે લાભ થતો દેખાઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ લાભપ્રદ રહેશે. પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે. 


કર્ક: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિકારક સમય છે અને ભાગ્યનો પૂરો સાથ મળશે. જીવનસાથીના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો. શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેશે. બની શકે કે કોઈ નવી હેલ્થ એક્ટિવિટી આ સપ્તાહે તમે શરૂ કરો. યાત્રા દ્વારા પણ સુખદ પરિણામ મળવાના યોગ છે. 


સિંહ: ગણેશજી કહે છે, વ્યાવસાયિક દ્રષ્ટિએ પ્રગતિકારક સમય છે. અટકેલા કાર્યો પૂરા થવાના સંયોગ બની રહ્યા છે. કોઈ કારણોસર જીવનસાથી સાથેના સંબંધમાં મતભેદો આવી શકે છે. આ અઠવાડિયે યાત્રા કરવાનું ટાળવું. આ અઠવાડિયે ખર્ચ પણ વધુ રહી શકે છે. જોકે, અઠવાડિયાના અંતે સ્થિતિ ધીમે-ધીમે તમારા પક્ષમાં આવશે.


કન્યા: ગણેશજી કહે છે, કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહે કાર્યક્ષેત્રે સમય સારો રહેશે. પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે અને ઉચ્ચ અધિકારીઓ તરફથી કામના વખાણ કરવામાં આવશે.  કાર્યક્ષેત્રે કરવામાં આવેલા પ્રવાસમાં દસ્તાવેજો પર સહી કરતાં પહેલા બરાબર વાંચી લેવા નહીં તો મુશ્કેલી આવી શકે છે. 
 
તુલા: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિકારક સમય છે. તમે સામાજિક કાર્યો દ્વારા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો. ઓફિસમાં પણ માહોલ હળવો રહેશે અને સહકર્મીઓ સાથેના સંબંધો સુધરશે. તમારું સ્વાસ્થ્ય સાચવવું પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ અઠવાડિયું ખર્ચાળ સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ મામલે વિવાદ થઈ શકે છે.
 
વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ અઠવાડિયું અત્યંત શુભ રહેવાનું છે. વ્યાવસાયિક યોજનાઓ સફળ થશે અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથી સાથે રોમાન્સ વધશે. આ સપ્તાહે તંદુરસ્તી સારી રહેશે. કાર્યક્ષેત્ર અંગે કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે અને આ દરમિયાન બનાવેલા સંબંધો દ્વારા ભવિષ્યમાં પણ ફાયદો થશે. 
 
ધનુ: ગણેશજી કહે છે, પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. ઉચ્ચ અધિકારીઓનો ઠપકો મળી શકે છે. કાર્યક્ષેત્રે સહકર્મચારીઓ સાથે વિવાદમાં ઉતરવાથી બચવું નહીં તો તમારી છબિ ખરડાઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર બનશે. અઠવાડિયાના અંતે સ્થિતિ તમારા પક્ષે આવશે. 


મકર: ગણેશજી કહે છે, આ અઠવાડિયું કાર્યક્ષેત્રે અનુકૂળ રહેશે. આર્થિક દિશામાં કરેલા પ્રયાસ સફળ રહેશે. પારિવારિક સંબંધો સુમેળભર્યા રહેશે પરંતુ સંતાનના મામલે થોડી ચિંતા રહી શકે છે. રોકાણ કરતી વખતે જાણકારની સલાહ લઈને જ આગળ વધવું. અઠવાડિયાના અંતે કોઈ વાતે મન ઉદાસ રહી શકે છે. 
 
કુંભ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિકારક સમય છે. ઓફિસના સહકર્મચારીઓ સાથેના સંબંધો સારા રહેશે અને કામકાજમાં તેમનો સહયોગ મળશે. આ અઠવાડિયે તંદુરસ્તી સારી રહેશે. રોકાણ દ્વારા ફાયદો થશે પરંતુ તમારી અપેક્ષા કરતાં ઓછો. જીવનસાથી સાથે કોઈ બાબતે ઝઘડો થઈ શકે છે પરંતુ મતભેદો દૂર થતાં ફરી મનમેળ થશે. 


મીન: ગણેશજી કહે છે, વ્યાવસાયિક યોજના પૂરી થશે. કાર્યક્ષેત્રે સમય સારો રહેશે અને કર્મચારીઓ સાથેના સંબંધો પણ સારા થશે. કાર્યક્ષેત્રે સારા સમાચાર મળતાં મન આનંદિત રહેશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે. આ અઠવાડિયે સ્વાસ્થ્ય ધીમે-ધીમે સુધરશે. અઠવાડિયાના અંતે મન કોઈ વાતે ચિંતાતુર થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube