West Bengal Assembly Elections 2021: આજે 17 એપ્રિલેના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 ના પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં, બંગાળના 6 જિલ્લાની 45 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ઉત્તર 24 પરગણાની 16, પૂર્વ બર્ધમાન અને નદિયામાં 8-8, જાલપાઇગુડીમાં 7, દાર્જીલિંગમાં 5 અને કાલિમપોંગ જિલ્લાની 1 વિધાનસભા બેઠક પર આજે મતદાન ચાલી રહ્યું છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન યોજવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આજે લોકસભાના 2 અને 11 રાજ્યોની 14 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી છે. કર્ણાટકના બેલાગવી અને આંધ્રપ્રદેશના તિરુપતિમાં મતદાન ચાલી રહ્યું છે.


પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી અને બિધાનગરના ટીએમસી ઉમેદવાર સુજિત બોઝે પૂર્વ કોલકાતામાં મતદાન મથકની મુલાકાત લીધા હતા. અહીં પાંચમા તબક્કા માટે મતદાન ચાલુ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube