West Bengal Assembly Elections 2021: પશ્વિમ બંગાળના હુગલીમાં ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે તેનો આરોપ ટીએમસીના કાર્યકર્તા પર લગાવ્યો છે. હુમલા બાદ લોકેટ ચેટર્જીએ ચૂંટણી પંચના અધિકારી સાથે ફોન પર વાત કરી. તેમણે સુરક્ષાબળો વધુ તૈનાતી માટે માંગ કરી હતી. તમને જણાવી દઇએ કે લોકલ ચેટર્જી ઉપરાંત મીડિયાની ગાડીઓને પણ નિશાન બનાવવામાં આવી છે.  


Lockdown ની 'આશંકા' વચ્ચે મોટો પ્રશ્ન- શું બંધ ટ્રેનો? Indian Railway એ આપ્યો જવાબ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Elections 2021) ના ચોથા તબક્કામાં ભાજપની સાંસદ લોકેટ ચેટર્જી હુગલીની ચુચુડા અને નિતિશ પ્રામાણિક કૂચબિહારની દિનહાટા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ચૂંટણી લડતાં હોવાથી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભગવા પાર્ટી યોગ્ય ઉમેદવાર નથી, જેના લીધે તેમણે પોતાના સાંસદોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા પડ્યા. 


અત્રે ઉલ્લેખનીય છે કે મીર જાફરએ 1957 માં પ્લાસીની ઐતિહાસિક લડાઇમાં બંગાળના નવાજ સિરાજ-ઉદ-દૌલાની સાથે ગદ્દારી કરી હતી. તો બીજી તરફ રાજીવ બેનર્જીએ ચૂંટણી સભાઓમાં કહ્યું કે ટીએમસીની 'ભ્રષ્ટ નીતિઓ', તેમના નેતાઓના અહંકાર અને જન વિરોધી નિર્ણયોનાલ ઈધે પાર્ટી રહેવું અસંભવ થઇ ગયું છે. 


આજે શનિવારે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં ટીએમસી (TMC) માંથી ભાજપમાં (BJP) માં જોડાયેલા રાજીવ બેનર્જીની કિસ્મતનો નિર્ણય પણ થશે. પૂર્વમંત્રી રાજીવ બેનર્જી હાવડા જિલ્લાના દોમજુરથી ચૂંટણી લડી રહ્યા છે. ટીએમસીનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા રાજીવ બેનર્જી લગભગ દરેક ચૂંટણી સભામાં ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીને 'ગદ્દાર' અને 'મીર જાફર' કહી ચૂક્યા છે. 

Nagpur: કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં 3ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુખ


ચોથા તબક્કામાં થનાર હાઇ પ્રોફાઇલ મુકાબલામાં કલકત્તામાં બંગાળી ફિલ્મ ઇંડસ્ટ્રીનું હદય કહેવાતા ટોલીગંજથી બાબુલ સુપ્રિયો અને હાલના ધારાસભ્ય અરૂપ બિસ્વાસ વચ્ચે જંગ રસપ્રદ રહેશે. તો બીજી તરફ ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટર્જી સતત ચોથીવાર વિધાનસભા ચૂંટણી જીતવાની કવાયતમાં બેહાલા પશ્વિમ સીટ પરથી ભાજપના ઉમેદવાર અને ફિલ્મ એક્ટ્રેસ શ્રાબંતી ચેટર્જીને ટક્કર આપશે.  


કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો, પશ્વિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અરૂપ બિસ્વાસની રાજકિય કિસ્મતનો નિર્ણય આજે શનિવારે ચોથા તબક્કાના મતદાનમાં ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ જશે. ભાજપના બે સાંસદ પણ 10 એપ્રિલના રોજ થનાર ચૂંટણીમાં મેદાનમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube