Lockdown ની 'આશંકા' વચ્ચે મોટો પ્રશ્ન- શું બંધ ટ્રેનો? Indian Railway એ આપ્યો જવાબ

નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) ના કેસ પર કાબૂ મેળવવા માટે ફરી એકવાર પાબંધીઓ લગાવવામાં આવી રહી છે. પરિસ્થિતિ એવી છે કે ઘણા રાજ્યોમાં નાઇટ કરર્ફ્યૂની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ટ્રેનોને ફરીથી બંધ થવાની ચર્ચા તેજ થઇ ગઇ, જેના પર શુક્રવારે રેલવે (Indian Railways) એ જવાબ આપ્યો છે. 

'ટ્રેન બંધ કરવાનો અત્યારે કોઇ પ્લાન નથી'

1/5
image

રેલવે મંત્રાલયે નિવેદન જાહેર કરતાં કહ્યું કે 'અત્યારે રેલવે સર્વિસ બંધ કરવાનો અથવા ટ્રેનોની સંખ્યા ઘટાડવાનો કોઇ પ્લાન નથી. જે લોકો ટ્રેનમાં મુસાફરી કરવા માંગે છે તે કરી શકે છે. તેમને ટ્રેન મળવામાં કોઇ મુશ્કેલી થશે નહી. જો પ્રવાસી મજૂરોના લીધે ટ્રેનોમાં ભીડ વધે છે તો અમે તાત્કાલિક ટ્રેનોની સંખ્યા વધારી દઇશું. ગરમીઓમાં ભીડને જોતાં અમે કેટલીક ટ્રેનો પહેલાં જ શરૂ કરી દીધી છે. લોકોને પેનિક કરવાની જરૂર નથી. 

રેલવે સ્ટેશન પર ભારે ભીડને ગણાવી અફવા

2/5
image

રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર પહેલાં લોકડાઉન દરમિયાન કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં રેલવે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે આ વીડિયો લોકોને પેનિક ક્રિએટ કરી રહ્યા છે. આ વીડિયો હાલનો નથી. અત્યારે રેલવે સ્ટેશનો પર નોર્મલ ભીડ છે. 

6 સ્ટેશનો પર નહી મળે પ્લેટફોર્મ ટિકિટ

3/5
image

કોરોના પ્રસારને રોકવા અને રેલવે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. તેના હેઠળ મુંબઇના 6 સ્ટેશનો પર તાત્કાલિક પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ રોકી દેવામાં આવ્યું છે. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા શિવાજી સુતારએ જણાવ્યું કે મુંબઇના લોકનાયક તિલક ટર્મિનલ (LTT), કલ્યાણ, ઠાણે, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ (CSMT) પર આજથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. જ્યાંથી લાંબા અંતરની ટ્રેનો દોડે છે. 

ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઈમ્બતુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો

4/5
image

મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર 06335 ગાંધીધામ-નાગરકોઇલ સાપ્તાહિક સ્પેશિયલ દર શુક્રવારે 10.45 કલાકે ગાંધીધામથી ઉપડશે અને રવિવારે (ત્રીજા દિવસે) 06.30 કલાકે નાગરકોઇલ પહોંચશે. 

આવતીકાલથી ભીલડી અને જોધપુર વચ્ચે દોડશે ડેમુ સ્પેશિયલ

5/5
image

રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 04876 ભીલડી-જોધપુર ડેમુ સ્પેશિયલ 10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી ભીલડીથી દરરોજ 14.35 વાગ્યે દોડશે અને તે જ દિવસે 21.55 વાગ્યે જોધપુર પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 04875 જોધપુર - ભીલડી ડેમુ સ્પેશિયલ 10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી દરરોજ જોધપુરથી સવારે 06.30 વાગ્યે દોડશે અને તે જ દિવસે બપોરે 13.45 વાગ્યે ભીલડી પહોંચશે.