પશ્ચિમ બંગાળ: સાંસદ અર્જુન સિંહ પર હુમલાના વિરોધમાં BJPનું બંધનુ આહ્વાન
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જુન સિંહ પર હુમલાના વિરોધમાં સોમવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી બેરકપુરમાં બંધનુ આહ્વાન
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અર્જુન સિંહ પર હુમલાના વિરોધમાં સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બેરકપુરમાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં લોકોના સમુહથી સડકની નાકાબંધી હટાવવા માટે પોલીસનાં કથિત લાઠીચાર્જમાં રવિવારે ભાજપ સાંસદ અર્જુન સિંહના માથામાં ઇજા પહોંચી હતી.
GDP બાદ સરકારને GST ના મોર્ચે પણ મોટો ઝટકો, કલેક્શનમા મોટો ઘટાડો થયો
આ ઘટના બાદ સાંસદ અર્જુન સિંહે આરોપ લગાવ્યો કે, બૈરકપુર પોલીસ આયુક્ત મનોજ વર્માએ તેમના પર પ્રહાર કર્યો, જેના કારણે તેમના માથા પર ઇજા થઇ. લોહીથી લથબથ અવસ્થામાં માથા પર પાટો બાંધેલા સાંસદે કહ્યું કે, વર્મા એક પોલીસ ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેમણે શ્યામનગરમાં ભાજપના પાર્ટી કાર્યાલયના કબ્જા મુદ્દે પાર્ટીના શાંતિપુર્ણ પ્રદર્શન પર કાર્યવાહી કરી.
VIDEO: અણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાનની પોલીસ સાયકલમાં કરે છે પેટ્રોલિંગ
કેરળના રાજ્યપાલ બનવા અંગે આરિફ મોહમ્મદે કહ્યું, સૌભાગ્યશાળી છું કે...
જો કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કર્યો કે, કાંકીનારામાં બે જુથો વચ્ચે એક હિંસક દુર્ઘટના દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો અને અર્જુન સિંહને ઇજા પહોંચી હતી. સાંસદને માર મારવા મુદ્દે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ નારાજગી વ્યક્ત કરી અને ટીએમસીને ઘેર્યું હતું.
કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફરી માલદીવમાં વિશ્વ સમક્ષ ભોંઠુ પડ્યું, ઓમ બિરલાએ ઝાટકણી કાઢી
સુત્રોએ જણાવ્યું કે, એક સડકની નાકેબંધી કરનારા ટોળાએ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચતાની સાથે જ તેમના પર પથ્થરમારો ચાલુ થઇ ગયો. પોલીસે જવાબી કાર્યવાહી કરી અને રસ્તો ખાલી કરવા માટે લાઠીચાર્જ કર્યો. શ્યામનગર અને કાંકીનારા બંન્ને જ વિસ્તારનાં બેરકપુર લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે, જ્યાંથી અર્જુનસિંહ સાંસદ છે.
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાનો મુંહતોડ જવાબ
સંસદમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા બાદથી ક્ષેત્રમાં ભાટપારા અને કાંકીનારા સહિત અનેક વિસ્તારોમાં હિંસાગ્રસ્ત રહ્યા છે. તેઓ તૃણમુલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. પાર્ટીના શ્યામનગર કાર્યાલય મુદ્દે બંન્ને પાર્ટીના સમર્થકો વચ્ચે રવિવારે હિંસા થઇ હતી. તેના પહેલાના દિવસે અર્જુનસિંહના વાહન શ્યામનગર રેલવે સ્ટેશન પર તોડફોડ કરવામાં આવી.