નદીગ્રામમાં મમતા બેનર્જી પર હુમલો, ભાજપે કહ્યું- CBI તપાસ કરાવે ચૂંટણી પંચ
Mamata Banerjee Injured News:પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે હોટ સીટ નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમના પગમાં ઈજા થઈ છે. મમતા બેનર્જીએ ઇરાદાપૂર્વક પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો છે.
નંદીગ્રામઃ પશ્ચિમ બંગાળ (West Bengal Assembly elections) માં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. પરંતુ આ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) દુર્ઘટનાના શિકાર થયા છે અને તેમને પગમાં ઈજા થઈ છે. મમતા તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે, તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં સમાચાર છે કે મમતાને કોલકત્તા લઈ જવામાં આવી રહ્યાં છે. પરંતુ કહેવામાં આવ્યું કે, તે કોલકત્તા જશે નહીં.
મમતા બેનર્જીએ નંદીગ્રામમાં પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો છે. મમતાએ આરોપ લગાવતા કહ્યું, નંદીગ્રામમાં મારા પર હુમલો કરવામાં આવ્યો. મારા પગમાં ઈજા થી છે. મારા પગને ગાડીથી કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કહી રહ્યાં હતા કે તે કોલકત્તા જઈ રહ્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube