TMC Candidates List: પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ રવિવારે (10 માર્ચ 2024) ના રોજ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કલકત્તામાં સીએમ અને ટીએમસી સુપ્રીમોની હાજરીમાં આ યાદીને જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 42 ઉમેદવારોના નામ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૂચ બિહાર: જગદીશ બસુનિયા
જલપાઈગુડી - નિર્મલ ચંદ્ર રોય
દાર્જિલિંગ - ગોપાલ લામા
રાયગંજ - કૃષ્ણા કલ્યાણી
બાલુરઘાટ - બિપ્લવ મિત્ર, રાજ્ય મંત્રી
માલદા ઉત્તર - પ્રસુન બેનર્જી
માલદા દક્ષિણ - શાહનવાઝ અલી રેહાન
બહેરામપુર - યુસુફ પઠાણ (ભૂતપૂર્વ ક્રિકેટર)
મહુઆને ફરીથી ટિકિટ
દમ દમ - સૌગત રોય
કાકોલી ઘોષ દસ્તીદાર - બારાસત
બશીરબાટ - હાજી નૂરૂલ ઇસ્લામ (અહીંથી નુસરતની ટિકીટ કપાઇ)
અલીપુરદ્વાર: પ્રકાશ બારિક
માલદા ઉત્તર: ભૂતપૂર્વ IPS પ્રસુન બેનર્જી
માલદા દક્ષિણઃ શહનાઝ અલી રાયહાન
દુર્ગાપુર: કીર્તિ આઝાદ
આસનસોલ: શત્રુઘ્ન સિંહા
કૃષ્ણનગર: મહુઆ મોઇત્રા 
ડાયમંડ હાર્બર: અભિષેક બેનર્જી
જાદવપુર: સયોની ઘોષ
હુગલીઃ સુપરસ્ટાર અભિનેત્રી રચના બેનર્જી
તમલુક: ગાયક દેવાંશુ ભટ્ટાચાર્જી


ટીએમસી ઉમેદવારોના નામ
મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદને પણ ટિકીટ આપવામાં આવી છે. ટીએમસીએ કિર્તી આઝાદને બર્ધમાન દુર્ગાપુર લોકસભ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ મહુઆ મોઇત્રાને કૃષ્ણાનગર સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 


એકલા હાથે ચૂંટણી લડશે ટીએમસી 
આ યાદી સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે TMC પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. પાર્ટીએ તમામ 42 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને છેલ્લા બે મહિનાથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ ન હતી. ટીએમસી કોંગ્રેસને માત્ર 2 સીટો આપવા માંગતી હતી, જ્યારે કોંગ્રેસ 10-12 સીટો માંગી રહી હતી.