કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ના બીજા તબક્કાનું મતદાન એક એપ્રિલના રોજ થશે. આ બધા વચ્ચે બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષ (Dilip Ghosh) ના નિવેદનથી એવી અટકળો તેજ થઈ ગઈ છે કે પાર્ટી કોને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળ માટે ભાજપે હજુ પણ મુખ્યમંત્રીના ચહેરાની કોઈ જાહેરાત કરી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું દિલિપ ઘોષે?
જો બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તો રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે? જેના જવાબમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલિપ ઘોષે (Dilip Ghosh) કહ્યું કે 'આ નિર્ણય પાર્ટી કરશે, પરંતુ તે જરૂરી નથી કે કોઈ વિધાયકને જ મુખ્યમંત્રી બનાવવામાં આવે...જ્યારે મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેઓ વિધાયક નહતા.'


શું દિલિપ ઘોષ બનશે બંગાળના મુખ્યમંત્રી?
દિલિપ ઘોષ (Dilip Ghosh) ના નિવેદન બાદ હવે આ અટકળો તેજ થઈ છે કે બંગાળમાં જો ભાજપ જીતશે તો ઘોષ જ આગામી મુખ્યમંત્રી બની શકે છે. હકીકતમાં દિલિપ ઘોષ જ એકમાત્ર એવો જાણીતો ચહેરો છે જે બંગાળમાં ચૂંટણી લડી રહ્યા નથી અને મેદિનીપુરથી લોકસભા સાંસદ છે. જ્યારે ભાજપે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ચાર લોકસભા અને રાજ્યસભા સાંસદોને ટિકિટ આપેલી છે. જેમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો, અને રાજ્યસભા સાંસદ સ્વપન દાસગુપ્તા પણ સામેલ છે. જેમણે હાલમાં જ વિધાનસભા ચૂંટણી લડવા માટે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. 


પેટાચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતાં મમતા
અત્રે જણાવવાનું કે મમતા બેનર્જીએ વર્ષ 2011માં જ્યારે ડાબેરી મોરચાની સરકારને બંગાળમાં ઉખાડી નાખી હતી ત્યારે તેઓ લોકસભા સાંસદ હતા. ચૂંટણી બાદ તેમણે ભવાનીપુર બેઠકથી પેટાચૂંટણી લડી અને જીત્યા. 


ભાજપ પોતાની જીતને લઈને આશ્વસ્ત- દિલિપ ઘોષ
દિલિપ ઘોષે કહ્યું કે પહેલા તબક્કાના મતદાન બાદ ફક્ત ભાજપ જ પોતાની જીતને લઈને આશ્વસ્ત છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અને તેના નેતા પરેશાન છે. જેમ જેમ ચૂંટણી આગળ વધશે, દરેક તબક્કા સાથે ટીએમસી કાર્યકરો પોતાની હારનો અહેસાસ કરશે.'


Corona Update: કોરોના સંક્રમણની સ્થિતિ 'બદથી બદતર', આખા દેશ પર તોળાઈ રહ્યું છે જોખમ-સરકાર


PICS: રાજકારણમાં ડંકો વગાડતી આ 11 ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો
 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube