પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને ડબલ ઝટકો, બે મોટા નેતા થયા પાર્ટીમાંથી બહાર
પાર્ટીએ વૈશાલી દાલમિયાને બહાર જવાનો રસ્તો બતાવ્યો છે જ્યારે વન મંત્રી રાજીબ બેનર્જીએ રાજ્યપાલ ધનખડને રાજીનામું સોંપ્યુ છે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal)માં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા સત્તારુઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનો (TMC) પાયો ધ્રુજતા જોવા મળે છે. પાર્ટીમાં ઉથલપાથલ સતત ચાલુ છે. તમને જણાવી દઈએ કે ઘણા મોટા નેતાઓએ પાર્ટીને અલવિદા કહી દીધા પછી, આ કડીમાં શુક્રવારે બે નામ ઉમેરવામાં આવ્યા હતા. પહેલું નામ હાવડાના બાલી બેઠક પરથી ધારાસભ્ય વૈશાલી દાલમિયાનું અને બીજું નામ વન મંત્રી રાજીબ બેનર્જીનું છે.
પાર્ટીએ વૈશાલી દાલમિયાને બહાર જવાનો રસ્તો બતાવ્યો છે જ્યારે વન મંત્રી રાજીબ બેનર્જીએ રાજ્યપાલ ધનખડને રાજીનામું સોંપ્યુ છે.
આ પણ વાંચો:- Video: હાથીના મોત પર ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યો આ શખ્સ, તમે પણ થઈ જશો ઇમોશનલ
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર દાલમિયાની પાર્ટી વિરોધી તેવરોના કારણે તૃણમૂલે તેમને બહારનો રસ્તો દેખોળ્યો છે. પાર્ટીની અનુશાસન સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.
આ પણ વાંચો:- Farmers Protest: સરકારે ખેડુતોને સ્પષ્ટ કહ્યું- આનાથી વધારે કંઈ નથી કરી શકતા
તેમને જણાવી દઇએ કે, વૈશાલી દાલમિયા છેલ્લા કેટલાક દિવસથી તેમની પાર્ટીની વિરૂદ્ધ બળવો કરી રહી હતી. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક ભ્રષ્ટ નેતાઓ ઉધઈની જેમ પાર્ટી ચટ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube