કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)માં કોરોના (corona virus)ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ કારણ છે કે બંગાળ સરકારે એકવાર ફરીથી રાજ્યમાં લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. હવે પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન રહેશે. પરંતુ મમતા બેનર્જીની નેતૃત્વવાળી સરકારે તે પણ કહ્યું કે, લૉકડાઉનમાં પહેલા કરતા વધુ છૂટ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોરોનાનો હાલનો ઘટનાક્રમ અને રાજ્યની સ્થિતિને લઈને ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ મમતા બેનર્જીએ સરકારે લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરી લીધો છે. જણાવવામાં આવ્યું છે કે છૂટ અને નક્કી શરતોની સાથે હવે 31 જુલાઈ સુધી લૉકડાઉન રહેશે. 


દેશમાં ફરીથી લૉકડાઉનની આશંકા
કોરોના વાયરસને કારણે એકવાર ફરીથી દેશમાં લૉકડાઉનની ચર્ચા શરૂ થઈ હઈ છે. પહેલા ચેન્નઈ પછી ગુવાહાટી અને હવે પશ્ચિમ બંગાળે પણ લૉકડાઉન લાગૂ કરી દીધુ છે. બેંગલુરૂ સહિત અન્ય ઘણા શહેરોમાં પણ ફરીથી લૉકડાઉન લાગૂ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં મહાનગરોમાં કોરોનાની ગતિ વધારે હોવાને કારણે દેશમાં કોરોના વાયરસના મામલા હવે વધીને સાડા ચાર લાખની પાર પહોંચી ગયા છે. 


કોરોનાના દર્દીઓ ન કરે આ કામ, બાકી જીવ જોખમમાં મુકાશેઃ અભ્યાસ


કોરોનાના વધી રહેલા મામલા વચ્ચે તમિલનાડુ સરકારે ચેન્નઈ અને તેની આસપાસના ત્રણ જિલ્લામાં 30 જૂન સુધી લૉકડાઉન લાગૂ કર્યું છે. આસામમાં કોરોનાના મામલામાં થયેલા વધારા બાદ રાજ્ય સરકારે ગુવાહાટીના 11 નગરપાલિકા ક્ષેત્રોમાં મંગળવારથી 14 દિવસ માટે લૉકડાઉન લાગૂ કરી દીધું છે. 


બંગાળમાં કોરોનાથી 580 મોત
પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી કોરોનાના કુલ 14728 કેસ સામે આવ્યા છે, તેમાંથી કુલ 9218 દર્દીઓ સાજા થયા અને 580 લોકોના મૃત્યુ થયા છે. હવે રાજ્યમાં કોરોનાના કુલ 4930 એક્ટિવ કેસ છે. આ સિવાય 18,13,88 લોકોને સર્વિલાન્સ પર રાખવામાં આવ્યા છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube