કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજભવન અને મુખ્યમંત્રી ઓફિસની વચ્ચે તણાવ ચરમ પર પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (Governor Jagdeep Dhankhar)એ મોટા આરોપ લગાવતા કહ્યું કે, રાજભવનની જાસૂસી થઇ રહી છે, જો કે ખોટું છે. તેમણે કહ્યું કે, તેનાથી રાજ્યભવનનું ગૌરવ ઘટી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિલ્હી ભાજપની નવી ટીમની જાહેરાત ટૂંક સમયમાં, અહીં જાણો શું થઇ શકે છે બદલાવ


પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પ્રેસ કોન્ફરન્સ બોલાવી તેમની વાત જણાવી હતી. રાજભવનની જાસૂસીનો રોપ લગાવતા તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજીની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો. તમને જણાવી દઇએ કે, ઘણા મુદ્દાને લઇને છેલ્લા એક વર્ષથી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ઓપી ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamta Banerjee) આમને સામને આવી ગયા છે.


આ પણ વાંચો:- પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના વાયરસથી હતા સંક્રમિત


એક વર્ષથી ચાલી રહેલા તણાવ વચ્ચે રાજ્યપાલના આ આરોપથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. તેમણે એવું પણ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં અરાજકતાનો માહોલ છે અને રાજ્ય સરકાર રાજ્યને સંભાળવામાં નિષ્ફળ દેખાઇ રહી છે.


ધનખડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, હું તમને બધાને જણાવવા માંગુ છું કે રાજભવન સર્વેલન્સ પર છે. તેનાથી રાજભવનની સ્પષ્ટતા ઘટી રહી છે. હું તેની પવિત્રતાની રક્ષા માટે બધું જ કરીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર