કોલકાતા:પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભાની ચૂંટણી પહેલા હવે રક્તરંજીત રાજનીતિ શરૂ થઈ છે.પશ્ચિમ બંગાળમાં મમતાના બેનર્જીના મંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain) પર બોમ્બથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં રાજ્યમંત્રી ઝાકિર હુસૈન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંગાળના મંત્રી ઝાકિર હુસૈનને જંગીપુર અનુમંડલીય હોસ્પિટલથી આજે સવારે કોલકાતા સ્થિત સરકારી હોસ્પિટલ SSKM માં શિફ્ટ કરાયા છે. તેમને હોસ્પિટલના ટ્રોમા કેર ડિપાર્ટમેન્ટમાં દાખલ કરાયા છે. બીજી બાજુ જીઆરપીએ બંગાળના મંત્રી ઝાકિર હુસૈન પર બોમ્બ હુમલા મામલે કેસ દાખલ કર્યો છે. જાણકારી મેળવવામાં આવશે કે બોમ્બ પહેલા લગાવવામાં આવ્યો હતો કે પછી તે સમયે ફેંકાયો. FSL ના અધિકારી ઘટનાસ્થળે પહોંચીને  તપાસ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ બુધવારે રાતે મુર્શિદાબાદ જિલ્લાના નિમટિટા રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 2 પર મંત્રીજી (Jakir Hossain) પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા.ત્યારે રાત્રે 10 વાગ્યે તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા જંગીપુરાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી ઝાકિર હુસૈન અને અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રી ઉપરાંત 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામને મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરાયા હતા. પાંચ ગંભીર રીતે  ઘાયલ લોકોને કોલકાતા શિફ્ટ કરાયા છે.  


ઘટનાનો વીડિયો સામે આવ્યો
મંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain)  પર જ્યારે બોમ્બથી હુમલો (Bomb Attack)  થયો તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI એ શેર કર્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube