કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ગુરૂવારે 'બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ'(BGB) દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક જવાન શહીદ થયો છે. બીજો એક જવાન કોન્સ્ટેબલ રાજબીર સિંઘ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેનો મુર્શિદાબાદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. મૃતક જવાનની ઓળખ વિજય ભાન સિંહ તરીકે થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપ છે કે માછલી પકડવા ગયેલા ત્રણ ભારતીય માછીમારોને BGB દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમાંથી બે માછીમારને છોડી દેવાયા હતા અને તેમને પાછા મોકલીને ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સના(BSF) કમાન્ડરને ફ્લેગ મિટીંગ માટે બોલાવ્યા હતા. સવારે 10.30 કલાકની આસપાસ પોસ્ટ કમાન્ડર 5 જવાન સાથે બોટમાં  નિકળ્યા હતા અને પદ્મા નદીમાં સરહદની પાસે પેટ્રોલિંગ કરી રેહલી BGBનો સંપર્ક કર્યો હતો. 


નીતિ આયોગના સૌ પ્રથમ 'ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2019'માં કર્ણાટક ટોચનું રાજ્ય


આ સમયે પેટ્રોલિંગ કરી રહેલી BGBએ ભારતીય માછીમારને છોડવાનો ઈનકાર કરી દીધો હતો અને બીએસએફના જવાનોની બોટને ઘેરવાનું શરૂ કર્યું હતું. પરિસ્થિતિ સમજી ગયેલી બીએસએફની પાર્ટીએ તરત જ પાછા ફરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન BGB દ્વારા પાછી ફરી રહેલી બીએસએફની ટૂકડી પર હવામાં ગોળીબાર કરાયો હતો. આ ગોળીબારમાં વિજય ભાન સિંહને માથામાં ગોળી વાગી હતી, જ્યારે બીજા કોન્સ્ટેબલને જમણા હાથમાં ગોળી વાગી હતી. 


VIDEO : દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલયમાં અચાનક સિંહના પિંજરામાં કૂદ્યો યુવક અને પછી....!!!


આ ઘટના અંગે ભારત દ્વારા BGBના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જોકે, એક ભારતીય માછીમાર હજુ પણ BGBના કબ્જામાં છે. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....