પંચાયત ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં સતત હિંસા ચાલુ છે. શનિવારે સવારે સાત વાગ્યાથી રાજ્યની પંચાયતની 60 હજારથી વધુ બેઠકો માટે મતદાન શરૂ થયું. આ સાથે જ અનેક ઠેકાણે હિંસા પણ શરૂ થઈ ગઈ. બંગાળમાં અલગ અલગ વિસ્તારોમાં પથ્થરબાજી, આગચંપીની સાથે સાથે લૂટફાટની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગઈ કાલે રાતથી લઈને અત્યાર સુધીમાં રાજ્યમાં અનેક જગ્યાએ હિંસા થઈ જેમાં ઓછામાં ઓછા 8 લોકોના માર્યા જવાના સમાચાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુર્શિદાબાદના બેલડાંગામાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ઝડપમાં સત્તાધારી પાર્ટીના કાર્યકર બાબર અલીનું મોત થયું. હિંસા બાદ વિસ્તારમાં ભારે તણાવ છે. ગોળી વાગ્યા બાદ કોંગ્રેસ કાર્યકર હોસ્પિટલમાં દાખલ છે. મતદાન શરૂ થતા જ કૂચબિહારમાં મતદાન કેન્દ્રમાં તોડફોડ શરૂ કરાઈ હતી. મતપત્રો લૂંટવામાં આવ્યા અને આગચંપી થઈ. 


કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બંગાળમાં લોકતંત્ર કચડવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી ચૂપ છે કારણ કે તેમને મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવું છે. મલ્લિકાર્જૂન ખડગે પણ આ અંગે ચૂપ્પી સાધી બેઠા છે. અને વિપક્ષી દળોની પણ તેના પર કોઈ પ્રતિક્રિયા આવતી નથી. પશ્ચિમ બંગાળામાં બપોરે એક વાગ્યા સુધી 36.66 ટકા મતદાન નોંધાયું છે. સવારથી જ રાજ્યમાં ઠેર ઠેર હિંસાના સમાચાર આવી રહ્યા છે.


જે લોકોના મોત થયા છે તેમાં ટીએમસી, ભાજપ, અને સીપીએમના કાર્યકરો સામેલ છે. રાજ્યમાં ચૂંટણી દરમિયાન જે તસવીરો સામે આવી રહી છે તે ચોંકાવનારી છે. સિસ્ટમ ઉપર પણ અનેક સવાલ ઉભા કરે છે. ક્યાંક બેલેટ પેપર અને બેલેટ  બોક્સ બાળવામાં આવી રહ્યા છે તો ક્યાંક વોટરોને ભગાડવામાં આવી રહ્યા છે. 


ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ ચૂંટણી કેન્દ્રીય દળોની નિગરાણીમાં થઈ રહી છે. આમ છતાં હિંસા અટકવાનું નામ લેતી નથી. રાજ્યની 63228 ગ્રામ પંચાયતોની બેઠખો પર સાઈઠ હજારથી વધુ કેન્દ્રીય જવાનો તૈનાત છે. અનેક જગ્યાએ આગચંપી, હિંસા, ફાયરિંગ અને બોમ્બ ફેંકાવવાની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. કૂચબિહારમાં મતદાન કેન્દ્રમાં સામાન છીનવીને આગ લગાડી દેવાની ઘટના ઘટી. 


આરોપ પ્રત્યારોપ
આ પંચાયત ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે. પંરતુ આજે જે જોવા મળી રહ્યું છે તે ડરામણું છે અને એવું લાગે છે કે અહીં હિંસા કરવાની જાણે પૂરી આઝાદી મળી હોય. ટીએમસી  ભાજપ અને સીપીએમ પર આરોપ લગાવી રહી છે તો ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જે પણ થઈ રહ્યું છે તે 90ના દાયકામાં બિહારમાં થતું હતું. જ્યારે ટીએમસીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્રીય દળોની તૈનાતી છતાં આટલા મોટા પાયે હિંસા કેમ થઈ રહી છે. 


શાહી પરિવારમાં જન્મ, છતાં આત્મબળે ઊભી કરી સ્ટાર્ટઅપ કંપની, માતાનું છે ગુજરાત કનેક્શન


ભારતના 8 ધનિક રાજ્યો, જ્યાં પૈસાની ઉડે છે છોળો, જાણો ગુજરાત ટોપ 8માં કયા નંબરે છે


મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી


માલદાના રતુઆ ચાંદમોની વિસ્તારમાં દેશી બોમ્બથી સતત હુમલા થવાના સમાચાર સામે આવ્યા છે. કથિત રીતે કોંગ્રેસ નેતા નઝીર અલીના નેતૃત્વમાં બદમાશોએ મત આપવા ગયેલા મતદારો પર હુમલો કર્યો. ઘટનામાં મેજારૂલ હક નામનો યુવક ઘાયલ થયો. તેના આખા શરીર પર ઈજા થઈ. ગ્રામીણોનો દાવો છે કે બૂથ પર કેન્દ્રીય દળો નહતા. 


મતપેટીઓ છીનવી
ઉત્તર 24 પરગણાના 271 એઝએનડી 272 નંબર પર ઉપદ્રવીઓએ મતપત્રો અને મતપેટીઓ છીનવી લીધી. ઝાંગડા હટયારા  ગ્રામ પંચાયત હેઠળ બૂથ 2 પર મતદાન અધિકારીઓનું કહેવું છે કે તેમને ડર લાગતો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube