Sadhu Beaten In West Bengal: એકબાજુ જ્યાં આખા દેશમાં રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છે, લોકો રામ ભક્તિમાં રંગાયેલા છે, દરેક જણ તે પળની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે જ્યારે 22 જાન્યુઆરીએ ભગવાન રામલાલા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળથી હિન્દુઓની ભાવનાને વ્યથિત કરનારા સમાચાર આવ્યા છે. પશ્ચિમ બંગાળના પુરુલિયામાં સાધુઓને ગાડીમાંથી ખેંચીને તેમની પીટાઈ કરવામાં આવી. તેમને નિર્વસ્ત્ર કરીને લાકડી ડંડાથી મારવામાં આવ્યા. તેમાંય મોટી વાત એ છે કે સાધુઓની પીટાઈનો આ આરોપ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના કાર્યકરો પર લાગ્યો છે. ભાજપના નેતા પશ્ચિં બંગાળમાં સાધુઓની પીટાઈના આ મામલાને પાલઘર પાર્ટ-2 ગણાવી રહ્યા છે અને મમતા બેનર્જી પર નિશાન સાંધી રહ્યા છે. આવામાં જો હિન્દુઓ એકજૂથ થાય અને મમતા બેનર્જી વિરુદ્ધ પોતાનો ગુસ્સો ચૂંટણીમાં કાઢે તો તેમના માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીને ભારે પડી શકે
અત્રે જણાવવાનું કે 2024ની લોકસભા ચૂંટણીમાં હવે ગણતરીનો સમય બાકી છે. બીજા બાજુ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો રામધૂનમાં મગ્ન છે અને રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને એકબીજા સાથે જોડાણ મહેસૂસ કરી રહ્યા છે. આવામાં પશ્ચિમ બંગાળમાં સાધુઓની પિટાઈના સમાચાર મમતા બેનર્જીને ભારે પડી શકે છે. ભાજપના નેતા પશ્ચિમ બંગાળ સરકારની કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આવામાં મમતા બેનર્જી માટે ખરાબ સમાચાર એ છે કે સાધુઓની પીટાઈનો આ આરોપ તેમની જ પાર્ટી ટીએમસીના કાર્યકરો પર લાગ્યો છે. જો કે મમતા બેનર્જી તરફથી હજુ કોઈ રિએક્શન આવ્યું નથી. 


અત્રે જણાવવાનું કે પુરુલિયાથી સાધુઓની પીટાઈની ઘટના સામે આવ્યા બાદથી ભાજપના નેતાઓ સતત મમતા બેનર્જી પર નિશાન સાધી રહ્યા છે. ભાજપે તો એટલે સુધી કહી દીધુ કે શું પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું એ અપરાધ છે? મમતા બેનર્જી શું ફક્ત શાહજહાં શેખ જેવા લોકોને સંરક્ષણ આપશે. ભાજપના નેતા અમિત માલવિયે એક્સ પર પોસ્ટમાં લખ્યું કે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં હચમચાવતી ઘટના ઘટી છે. પાલઘર લિંચિંગની જેમ મકર સંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહલા સાધુઓને નિર્વસ્ત્ર કરીને ખરાબ રીતે પીટાઈ કરવામાં આવી. સત્તાધારી ટીએમસીના ગુંડાઓએ આ  કર્યું છે. 


ભાજપના એમપીએ પહેરાવી માળા
અમિત માલવીયે લખ્યું કે શું મમતા બેનર્જીની સરકારમાં ફક્ત શાહજહાં શેખ જેવા આતંકીઓને જ સંરક્ષણ મળશે અને સાધુઓને આ રીતે લિંચિંગ કરાશે. પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું ગુનો છે કે શું? ભાજપના બીજા નેતા પણ મમતા સરકાર પર આક્રમક બની રહ્યા છે. જ્યારે ભાજપના સાંસદ જ્યોતિર્મય સિંહ મહતો ઘટના સ્થળે પહોંચ્યા અને પીડિત સાધુઓની મુલાકાત કરી. ભાજપના સાંસદે તેમને માળા પહેરાવીને સન્માનિત કર્યા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube