કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને તેમના ભાઈ સોમેન્દુ અધિકારી વિરુદ્ધ કાંઠી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. બંને વિરુદ્ધ કાંઠી મ્યુનિસિપાલિટીથી રાહત સામગ્રી ચોરી કરવાના આરોપમાં આ કેસ દાખલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના જણાવ્યા મુજબ સુવેન્દુ અધિકારી અને તેમના ભાઈ વિરુદ્ધ રતનદીપ મન્નાએ ગત 1 જૂનના રોજ ફરિયાદ દાખલ કરી. ફરિયાદકર્તા કાંઠી મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર છે. તેમણે અધિકારી ભાઈઓ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. 


ફરિયાદ મુજબ 29મી મે 2021ના રોજ સુવેન્દુ અધિકારી અને તેમના ભાઈ કાંઠી મ્યુનિસિપાલિટીના પૂર્વ અધ્યક્ષ સોમેન્દુ અધિકારીના કહેવા પર મ્યુનિસિપાલિટીના ગોદામનું તાળું જબરદસ્તીથી ખોલીને સામાન લઈ જવાયો. જેની કિંમત લાખો રૂપિયા છે. આ સિવાય ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપના નેતાઓએ આ ચોરી માટે કેન્દ્રીય સુરક્ષાદળોની કથિત રીતે મદદ લીધી હતી. ચોરીના આરોપ બાદ ટીએમસી નેતાઓએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube