આસનસોલ: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના એક વિધાયકે એવું નિવેદન આપ્યું છે કે હોબાળો મચી ગયો છે. વિધાયક નરેન્દ્રનાથ ચક્રવર્તીએ ભાજપના સમર્થકોને ધમકી આપી છે. તેમણે કહ્યું કે તેઓ મત આપવા માટે ઘરની બહાર ન નીકળે. જો આમ કર્યું તો આગળ પછી તેમની કોઈ જવાબદારી નહીં રહે. તેઓ પોતે જોઈ લે કે તેમણે ક્યાં રહેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળના પાંડવેશ્વરથી ટીએમસીના વિધાયક નરેન્દ્રનાથ ચક્રવર્તીએ પાર્ટી કાર્યકર્તાઓને ભાજપના સમર્થકોને ધમકાવવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે આપણે તેમને જણાવવું પડશે તે જો તમે બહાર નીકળ્યા તો અમને ખબર પડી જશે કે તમે ભાજપને મત આપીને આવ્યા છો. ચૂંટણી બાદ તમે તમારા જોખમ પર રહેશો. પરંતુ જો તમે મતદાન કરવા માટે બહાર નહીં નીકળો તો અમે માની લઈશું કે તમે અમારું સમર્થન કરી રહ્યા છો, તમે શાંતિથી રહી શકો છો, તમારો બિઝનેસ ચાલુ રાખી શકો છો. અમે તમારી સાથે છીએ. 


Uttar Pradesh: દિવ્યાંગ યુવકની જાહેરમાં નિર્દયતાથી પીટાઈ કરી, Video જોઈ લોહી ઉકળી જશે


આ સમગ્ર મામલે ભાજપે ટીએમસીના આ ધમકી આપનારા વિધાયકની કડક શબ્દોમાં ટીકા કરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આજે ટીવી ચેનલ એક વીડિયો ચલાવી રહ્યા છે જેમાં એક ટીએમસી વિધાયક નરેન્દ્ર ચક્રવર્તી પોતાના કાર્યકરોને સંબોધન કરતા બદલાના રાજકારણની વાત કરી રહ્યા છે.  તેમની જે ભાષા છે, તે ટીએમસીના મૂળ વિચાર છે. ચૂંટણી પંચે આ મામલાને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરવી જોઈએ. 


Kashmiri Migrant Teachers: કેજરીવાલ-સિસોદીયાનો દાવો ખોટો? કાશ્મીરી પ્રવાસી શિક્ષકોએ જણાવી નોકરી નિયમિત કરવા પાછળની હકિકત


તેમણે આ ઉપરાંત કહ્યું કે કોલકાતા હાઈકોર્ટે બીરભૂમના સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપી છે કારણ કે હાઈકોર્ટને લાગે છે કે બંગાળમાં ન્યાય થતો નથી. બંગાળ આજે બોમ્બ અને બારૂદના ઢગલા પર બેઠું છે અને તેને સળગાવવાનું કામ ટીએમસીના કાર્યકરો કરી રહ્યા છે. સંબિત પાત્રાએ કહ્યું કે હમણા થોડા દિવસ પહેલા જ બીરભૂમમાં 8 લોકોના દર્દનાક મોત થયા. ત્યારે ભાજપે દેશની સામે સચ્ચાઈ રજૂ કરી હતી. ત્યારે અમે કહ્યું હતું કે બંગાળમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube