નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ સતત એવા કામ કરી રહી છે કે જેનાથી એકબીજાને નીચાપણું બતાવી શકે. આ વખતે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ  કૂચ બિહારના જે મેદાનમાં ભાજપની સભા થઈ હતી તે મેદાનનું ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કર્યું છે. સત્તાધારી ટીએમસીનું કહેવું છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં સાંપ્રદાયિકતા ફેલાવી રહ્યો છે. કૂચ બિહારના આ મેદાનમાં રેલી કરીને ભાજપે નફરત ફેલાવવાની શરૂઆત કરી છે. આથી આ જગ્યાનું ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. શનિવારે આ જગ્યા પર ભાજપે મોટી જનસભા આયોજિત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીએમસીના નેતા પંકજ ઘોષે કહ્યું કે કૂચ બિહાર ભગવાન મદનમોહનની ભૂમિ છે. અહીંથી ભાજપે સાંપ્રદાયિકતા ફેલાવવાની કોશિશ કરી છે આથી હિન્દુ પરંપરાઓ મુજબ અમે આ જગ્યાને શુદ્ધ કરી છે. અત્રે જણાવવાનું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર બચાવો નામની રથયાત્રા કાઢવા માંગે છે. પરંતુ મમતા બેનરજીની સરકારે તેમને આ મંજૂરી આપવાની ના પાડી દીધી. આ ઉપરાંત કોલકતા હાઈકોર્ટે પણ આ રથયાત્રા કાઢવા પર હાલ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ મામલે સુનાવણીની આગામી તારીખ 14 ડિસેમ્બર રાખી છે. 


પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયપ્રકાશ મજમુદાર અને વરિષ્ઠ પાર્ટી નેતા મુકુલ રોયના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે રાજ્ય સચિવાલયમાં થોડીવાર રાહ જોવી પડી પછી ત્યારબાદ અધિકારીએ આવીને તેમના પત્ર લીધા. આ પત્ર તે અધિકારીઓને સંબોધિત કરીને લખાયા છે જેમનો ઉલ્લેખ શુક્રવારે હાઈકોર્ટે કર્યો હતો. 


મજમુદારે કહ્યું કે અમે પત્રોમાં કહ્યું છે કે ભાજપ કોલકાતા હાઈકોર્ટના નિર્દેશો મુજબ 12 ડિસેમ્બરના રોજ એક કલાકની નોટિસ પર કોઈ પણ સમયે ચર્ચા માટે તૈયાર છે. રથયાત્રા કાઢવા માટે મંજૂરી માંગવાના ભાજપના પત્રો પર કોઈ જવાબ ન આપવા બદલ હાઈકોર્ટે રાજ્યના ટોચના અધિકારીઓને 14 ડિસેમ્બર સુધીમાં તેના પર કોઈ ફેસલો લેવાનો નિર્દેશ આપ્યો હતો. 


રોયે આરોપ લગાવ્યો કે અમે રાજ્ય સરકારને કહ્યું કે અમે રથયાત્રાના મુદ્દા પર ચર્ચા માટે  તૈયાર છીએ. સ્થિતે એ છે કે રાજ્ય સરકાર કાયદા અને વ્યવસ્થાને જાળવવામાં સક્ષમ નથી અને રાજ્યમાં લોકતંત્ર પણ નથી. ભાજપ આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણી  પહેલા રાજ્યમાં 3 રથયાત્રા કાઢવા માંગે છે. તેમાંથી પહેલી રથયાત્રા કૂચ બિહાર જિલ્લામાંથી 9 ડિસેમ્બરે નિકળવાની હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...