EXIT POLL તો થઈ ગયા પરંતુ ફલૌદી સટ્ટા બજારની ચૂંટણી પરિણામની આગાહીએ બધાને ચોંકાવ્યા
એક્ઝિટ પોલના અનુમાન તો આવી ગયા અને મોટાભાગમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં એનડીએને લીડ મળતા અનુમાન કરી રહ્યા છે. આ બધા વચ્ચે હાલના વર્ષોમાં લોકપ્રિય થયેલા ફલૌદી સટ્ટા બજારના આંકડા પણ મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને સામે આવ્યા છે.
એક્ઝિટ પોલના અનુમાન તો આવી ગયા અને મોટાભાગમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં એનડીએને લીડ મળતા અનુમાન કરી રહ્યા છે. આ બધા વચ્ચે હાલના વર્ષોમાં લોકપ્રિય થયેલા ફલૌદી સટ્ટા બજારના આંકડા પણ મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને સામે આવ્યા છે. જે મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી શકે છે. આમ તો સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડીના સાથી પક્ષોને જોઈએ તો સૌથી વધુ 147 સીટો પર ભાજપે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. ફલૌદી સટ્ટા બજાર મુજબ રાજ્યની કુલ 288 બેઠકોમાંથી ભાજપ 90-95 સીટો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી શકે છે.
સત્તાધારી મહાયુતિમાં ભાજપની સહયોગી સીએમ એકનાથ શિંદેની શિવસેનાને 36-40 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ત્રીજા સહયોગી અજીત પવારની એનસીપીને 12-16 સીટો મળી શકે છે. આ પ્રકારે ફલૌદી સટ્ટા બજારનું અનુમાન જોઈએ તો સત્તાધારી ભાજપ-શિવસેના-એનસીપીની મહાયુતિ ગઠબંધનને 142-151 સીટ મળવાનું અનુમાન કરાયું છે. એટલે કે ફલૌદી સટ્ટા બજાર મુજબ મહાયુતિની સરકાર બની શકે છે.
ફલૌદીથી અલગ બીકાનેર સટ્ટા બજાર અને મહાદેવ ઓનલાઈન સટ્ટા બજારમાં પણ મહાયુતિને લીડ મળતી જોવા મળી રહી છે. પરંતુ તેમનું આકલન એમ પણ છે કે વિપક્ષી મહાવિકાસ આઘાડી બહુ ઓછા માર્જિનથી પાછળ રહેશે. એટલે કે તેમના મુજબ કાંટાની ટક્કર રહેશે. આવી પરિસ્થિતિમાં પરિણામો બાદ જો કોઈને પણ સ્પષ્ટ બહુમત ન મળ્યું અને કાંટાની ટક્કર રહેશે તો અપક્ષો અને નાની પાર્ટીઓની ભૂમિકા મહત્વની બની શકે છે.
એક્ઝિટ પોલનું અનુમાન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ...કુલ સીટ 288, બહુમત માટે જરૂરી 145 સીટ
એજન્સી | મહાયુતિ | મહાવિકાસ આઘાડી | અન્ય રાજકીય પક્ષ |
Peoples Pulse | 175-195 | 85-112 | 7-12 |
ચાણક્ય સ્ટ્રેટેજીસ | 152-160 | 130-138 | 8-10 |
P marq | 137-157 | 126-146 | 2-8 |
News 18- મૈટ્રેિસ | 150-170 | 110-130 | 8-10 |
Poll Diary | 122-186 | 69-121 | 12-29 |
ભાસ્કર રિપોર્ટ્સ પોલ | 125-140 | 135-150 | 20-25 |
ઈલેક્ટોરલ એજ | 118 | 150 | 20 |
રિપલ્બિક | 137-157 | 126-146 | 2-8 |
લોકશાહી મરાઠી રુદ્ર | 128-142 | 125-140 | 18-23 |
એસએસ ગ્રુપ | 127-135 | 147-155 | 10-13 |
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઝી ન્યૂઝનો AI એક્ઝિટ પોલ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને ઝી ન્યૂઝ અને ઈન્ડિયા કોન્સોલિડેટેડ (ICPL)ના AI એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન એટલે કે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. ZEENIAના એક્ઝિટ પોલ અનુમાન મુજબ ભાજપ પ્લસને 129 થી 159 સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસ પ્લેસને 124 થી 154 સીટ મળી શકે છે. અન્ય પક્ષોને 0-2 સીટ મળી શકે છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ 2024, કુલ સીટ- 81 અને બહુમત માટે 42
એજન્સી | મહાયુતિ | મહાવિકાસ આઘાડી | અન્ય રાજકીય પક્ષ |
Axis My India | 25 | 53 | 3 |
Matrize | 42-47 | 25-30 | 1-4 |
People Pulse | 44-53 | 25-37 | 5-9 |
Times Now JVC | 0-44 | 30-40 | 1-1 |
સી વોટર્સ | 36 | 26 | 19 |
ચાણક્ય | 45-50 | 35-38 | 03-05 |
ભાસ્કર રિપોર્ટ્સ પોલ | 37-40 | 36-39 | 0-2 |
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઝી ન્યૂઝનો AI એક્ઝિટ પોલ
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને ઝી ન્યૂઝ-આઈસીપીએલના AI આધારિત એક્ઝિટ પોલમાં ભાજપ ગઠંબધન અને જેએમએમ ગઠબંધનમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 81 બેઠકોવાળા ઝારખંડમાં એનડીએને 36-41 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 39-44 સીટો મળી શકે છે. અન્ય પાર્ટીઓ 0-3 સીટો પર સમેટાઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. ખબરનો હેતુ ફક્ત સટ્ટા બજારમાં ચાલી રહેલા ટ્રેન્ડ દર્શાવવાનો છે. આ દાવાઓનું સમર્થન ઝી 24 કલાક કરતું નથી. પરિણામ અલગ પણ હોઈ શકે છે. સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો કોઈ જ હેતુ નથી.