નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જીતને ઈસ્લામની જીત ગણાવનારા પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમિન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જડબાતોડ જવાબ આપ્યો. ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ મળેલી પહેલી જીતને ઈસ્લામની જીત ગણાવવા બદલ આશ્ચર્ય વ્યક્ત કરતા અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યું કે આખરે ઈસ્લામને ક્રિકેટ મેચ સાથે શું લેવા દેવા. તેમણે ઈમરાન ખાન સરકારના મંત્રી શેખ રશીદને પાગલ લગાવ્યા અને કહ્યું કે આ પાડોશીઓને કઈ ખબર પડતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક જનસભાને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે 'આપણા પાડોશી દેશના એક મંત્રી છે, પાગલ છે બિચારા. પાગલ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની જીત ઈસ્લામની જીત છે. પરંતુ પાડોશી દેશને કઈ ખબર પડતી નથી. આખરે ઈસ્લામને ક્રિકેટ મેચ સાથે શું લેવાદેવા. અલ્લાહનો આભાર છે કે આપણા વડીલો ત્યાં ન ગયા (પાકિસ્તાન), નહીં તો આ પાગલોને આપણે જોવા પડત.'


વાત જાણે એમ છે કે ટી20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને રવિવારે ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવીને ખળભળાટ મચાવી દીધો. પાકિસ્તાનને વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને હરાવવામાં સફળતા મળી. જેને લઈને ગૃહમંત્રી શેખ રશીદ ખુશીના કારણે જાણે પાગલ થઈ ગયા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube