નવી દિલ્હી: જ્યારે બે લોકોના સ્વભાવ અને તેમની પ્રકૃતિ અલગ અલગ હોય છે ત્યારે હંમેશા એવું કહેવાતું હોય છે કે બંને વચ્ચે 36નો આંકડો છે. આ રૂઢિ પ્રયોગનો પ્રયોગ એવા લોકો માટે કરાતો હોય છે જેમની વચ્ચે બહુ મતભેદ હોય છે અને તેઓ એકબીજાને મળવાનું તો શું મોઢા જોવાનું પણ પસંદ કરતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ તમારા મનમાં પણ એ જિજ્ઞાસા તો ક્યારેક ને ક્યારેક પેદા થઈ જ હશે કે આખરે આ રૂઢિ પ્રયોગ માટે 36ની સંખ્યાનો ઉપયોગ જ કેમ કરાય છે. આખરે આ સંખ્યા આ રૂઢિપ્રયોગ  માટે એકદમ યોગ્ય કઈ રીતે છે. 


તમને જાણીને એ નવાઈ લાગશે કે આ પ્રશ્નનો જવાબ એકદમ સરળ છે અને આપણી હિન્દી ભાષા સાથે જોડાયેલો છે. દરેક સામાન્ય ગણતરી લખવા માટે અને વાંચવા માટે 1,2,3,4 વગેરે સંખ્યાનો ઉપયોગ થાય છે. જે રોમન સંખ્યા છે. આથી આ પ્રશ્નનો જવાબ આ સંખ્યાઓમાં છૂપાયેલો નથી. 


કાર ખરીદવા ગયેલા ખેડૂતને સેલ્સમેને પૂછ્યું- 10 રૂ છે ખિસ્સામાં? 30 મિનિટમાં લઈ આવ્યો 10 લાખ કેશ
 
આપણે જાણીએ છીએ કે 36નો આંકડો આમ તો આ શબ્દો હિન્દી ભાષામાં 36 કા આંકડા એ રીતે રૂઢિ પ્રયોગની રીતે ઉપયોગમાં લેવાય છે. હિન્દી દેવનગરીમાં અંકોને  १, २, ३, ४, ५, ६, ७, ८, ९... વગેરે આ રીતે લખાતું હોય છે. જ્યાં 3 ને ३ અને 6 ને ६ તરીકે લખાય છે. હવે ધ્યાનથી જોશો તો તમને જાણવા મળશે કે આ બંને અંક અરીસા સામે રાખેલી કોઈ ચીજના પ્રતિબિંબ જેવા દેખાય છે. આથી ३ જો ઊંધો લખીએ તો તે ६ થઈ જશે. 


જે રીતે એકબીજાની સોચ સાથે સહમત ન થનારા લોકો એક બીજાથી વિરુદ્ધમાં રહે છે તે જ રીતે આ બંને અંક પણ વિપરિત દિશામાં હોવાનું દેખાય છે. જેથી પરસ્પર વિરોધ પ્રગટ થતો જોવા મળે છે. 


ગેસ સિલિન્ડર પર લખેલો આ નંબર છે ઘણો મહત્વનો, તેના વિશે ખાસ જાણો, નહીં તો પસ્તાઈ શકો


જો કે આપણે આમ તો રોમન સંખ્યાનો ઉપયોગ વધુ કરતા હોઈએ છીએ પરંતુ પ્રાચીન કાળમાં દેવનાગરી સંખ્યાઓ જ ઉપયોગમાં લેવાતી હતી. હવે આ રીતે તર્કનો સહારો લઈને 36 કા આંકડા શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવી ગયો. જે એવા લોકોના ચરિત્રનું વર્ણન કરે છે જે પરસ્પર બિલકુલ સહમતિ પ્રગટ કરતા નથી અને એકબીજાની દરેક વાત કાપતા જ હોય છે. 


દેશના 2 અનોખા ગામ, જ્યાં બાળકોથી લઈને વૃદ્ધો...બધા બોલે છે કડકડાટ સંસ્કૃત, જાણીને ગર્વ થશે


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube