દેશના 2 અનોખા ગામ, જ્યાં બાળકોથી લઈને વૃદ્ધો...બધા બોલે છે કડકડાટ સંસ્કૃત, જાણીને ગર્વ થશે

આજે પણ એવા ગામ છે જ્યાં દરેક જણ સંસ્કૃત ભાષામાં વાત કરે છે. તમે કહી શકો કે આ ગામની ભાષા સંસ્કૃત છે. 

દેશના 2 અનોખા ગામ, જ્યાં બાળકોથી લઈને વૃદ્ધો...બધા બોલે છે કડકડાટ સંસ્કૃત, જાણીને ગર્વ થશે

નવી દિલ્હી: દરેક જગ્યાની કોઈ ખાસ વિશેષતા હોય છે. દેશના અનેક ભાષાઓ બોલાય છે. અનેક રાજ્યોનું વિભાજન પણ ભાષાના આધારે જ થયેલું છે. આવામાં આજે પણ એવા ગામ છે જ્યાં દરેક જણ સંસ્કૃત ભાષામાં વાત કરે છે. તમે કહી શકો કે આ ગામની ભાષા સંસ્કૃત છે. 

ગામનો દરેક વ્યક્તિ સંસ્કૃતમાં કરે છે વાત
મળતી માહિતી મુજબ કર્ણાટકનું મત્તૂર એક એવું ગામ છે જે સમગ્ર દેશમાં એટલા માટે પ્રખ્યાત છે કારણ કે ત્યાં રહેતો દરેક વ્યક્તિ સંસ્કૃતમાં જ વાત કરે છે. પછી ભલે તે હિન્દુ હોય કે મુસલમાન. આ ગામમાં રહેતા તમામ લોકો સંસ્કૃતમાં જ વાત કરે છે. એક રસપ્રદ વાત એ છેકે આ જગ્યાની આજુબાજુના ગામડામાં લોકો કન્નડ ભાષા બોલે છે પરંતુ મત્તૂરમાં એવું નથી. અહીં બાળકો સુદ્ધા સંસ્કૃતમાં વાત કરે છે. 

પ્રાચીન કાળથી બોલાય છે સંસ્કૃત
મત્તૂર ગામ તુંગ નદી કિનારે વસેલુ છે. જે બેંગ્લુરુથી 300 કિમી દૂર આવેલું છે. એક જાણકારી મુજબ આ ગામમાં સંસ્કૃત પ્રાચીન કાળથી જ બોલાતી આવી છે. પરંતુ સમય સાથે અહીંના લોકો પણ કન્નડ બોલવા લાગ્યા હતા. પરંતુ પેજાવર મઠના સ્વામીએ તેને સંસ્કૃત ભાષી ગામ જાળવી રાખવા માટે આહ્વાન કર્યું હતું. ત્યારબાદથી તમામ લોકો સંસ્કૃતમાં જ વાતચીત કરવા લાગ્યા. 

બાળકો પણ બોલે છે સડસડાટ સંસ્કૃત
ગામનો દરેક દુકાનદાર, ખેડૂત, મહિલાઓ અને શાળામાં ભણતા નાના નાના  બાળકો પણ સટાસટ સંસ્કૃતમાં વાતચીત કરે છે. અહીં દુનિયાની સૌથી પ્રાચીન ભાષાને લોકોએ પોતાના રૂટીનમાં સામેલ કરી છે. 

મધ્ય પ્રદેશમાં પણ છે આવું જ એક ગામ
અત્રે જણાવવાનું કે કર્ણાટકના મત્તૂર ગામ ઉપરાંત અન્ય એક ગામ પણ છે જ્યાંના લોકો સંસ્કૃતમાં વાતચીત કરે છે. આ ગામ મધ્ય પ્રદેશમાં છે. મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં ઝિરી ગામના તમામ લોકો સંસ્કૃતમાં વાતચીત કરે છે. 976ની વસ્તીવાળા આ ગામમાં મહિલાઓ, ખેડૂતો, મજૂરો બધા એક બીજા સાથે સંસ્કૃતમા વાતચીત કરે છે. અહીં સંસ્કૃત શીખવાની શરૂઆત 2002માં વિમળા તિવારી નામની સમાજ સેવિકાએ કરી હતી. ધીરે ધીરે ગામના લોકોમાં દુનિયાની પ્રાચિન ભાષા પ્રત્યે લગાવ વધવા લાગ્યો અને આજે સમગ્ર ગામ સડસડાટ સંસ્કૃત બોલે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news