નવી દિલ્હી: ભારતે બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા કરાયેલી ધરપકડનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે જેમ બને તેમ જલદી તેના પ્રત્યાર્પણ માટે બ્રિટન સાથે વાતચીત કરી રહ્યા છે. આ વખતે ભારતીય એજન્સીઓ વિજય માલ્યા કેસમાં જે ભૂલ થઈ તેમાંથી પાઠ ભણીને નીરવ મોદીને ભારત લાવવા માટે દરેક જરૂરી કોશિશમાં લાગી  ગઈ છે. બ્રિટનની જટિલ પ્રત્યાર્પણ પ્રક્રિયાને પહોંચી વળવા માટે ભારત સરકારે દરેક એજન્સીને પોત પોતાના સ્તર પર કામ કરવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે ભારત નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે સતત બ્રિટનના સંપર્કમાં છે. કુમારે કહ્યું કે અમે એ વાતનું સ્વાગત કરીએ છીએ કે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જારી કરાયેલી ધરપકડ વોરન્ટના ઉપક્રમે બ્રિટનના અધિકારીઓએ નીરવ મોદીની ધરપકડ કરી લીધી. 


આ પણ વાંચો...ભાણીયા બાદ હવે મામાનો વારો, બહુ જલદી આવશે પકડમાં, ભારતે એન્ટીગુઆને આપ્યાં દસ્તાવેજ


આ દરમિયાન ભાજપે ધરપકડને આવકારતા તેનો શ્રેય ભારતીય તપાસ એજન્સીઓ તથા નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની 'રાજનીતિક શક્તિ'ને આપ્યો. પાર્ટીના વરિષ્ઠ નેતા અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર ભાગેડુ હીરા વેપારીના પ્રત્યાર્પણની અરજી પર પ્રમાણિકતાથી આગળ વધી રહી છે અને તેમણે કહ્યું કે ભારતની વૈશ્વિક મહત્તા એક 'મહત્વપૂર્ણ પરિબળ' છે. 


સીબીઆઈ દરેક શક્ય મદદ કરશે
સીબીઆઈના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે પીએનબી બેંક કૌભાંડમાં ભાગેડુ આરોપી નીરવ મોદીને બ્રિટનથી ભારત પ્રત્યાર્પિત કરીને લાવવાના શક્ય તમામ જરૂરી પ્રયત્નો થઈ રહ્યાં છે. સૂત્રોએ કહ્યું કે વિદેશ મંત્રાલય દ્વારા બ્રિટનને પ્રત્યાર્પણનો આગ્રહ કરવામાં આવ્યો છે. ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું કે કેટલીક ટેલિવિઝન ચેનલો દ્વારા મંગળવારે લંડનમાં તેને જોયા બાદ એજન્સીને કોઈ નવી જાણકારી મળી નથી. 


તેમણે કહ્યું કે કોઈ આરોપીના પ્રત્યાર્પણની કાયદાકીય પ્રક્રિયા સમય માંગી લે છે અને સીબીઆઈ તેના પ્રત્યાર્પણ આગ્રહ માટે બ્રિટનની એજન્સીઓને દરેક શક્ય મદદ આપશે. સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે કોઈ પક્ષને હાલ લંડન મોકલવાની કોઈ યોજના નથી. 


તેમણે કહ્યું કે બ્રિટને એજન્સી તરફથી નીરવ મોદી વિરુદ્ધ ગત વર્ષે જારી રેડ કોર્નર નોટિસ પર પ્રતિક્રિયા આપી છે. ઈન્ટરપોલને એજન્સી તરફથી કરાયેલા આગ્રહ પર જૂન 2018માં રેડ  કોર્નર નોટિસ બહાર પડી હતી. નોંધનીય છે કે નીરવે મામા મેહુલ ચોક્સી સાથે મળીને પંજાબ નેશનલ બેંકના 13000 કરોડ રૂપિયાનું કથિત કૌભાંડ આચર્યુ હતું. 


લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...