ભાણીયા બાદ હવે મામાનો વારો, બહુ જલદી આવશે પકડમાં, ભારતે એન્ટીગુઆને આપ્યાં દસ્તાવેજ

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ એન્ટીગુઆમાં પ્રત્યાર્પણની પ્રકિયા ચાલુ છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ(ઈડી) અને સીબીઆઈ જેવી ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટીગુઆના અધિકારીઓને દસ્તાવેજો મોકલ્યા છે જેથી કરીને તેઓ તેના પર વિચાર કરે અને ચોક્સીને ભારત પાછા મોકલે.

Updated By: Mar 21, 2019, 07:44 AM IST
ભાણીયા બાદ હવે મામાનો વારો, બહુ જલદી આવશે પકડમાં, ભારતે એન્ટીગુઆને આપ્યાં દસ્તાવેજ

નવી દિલ્હી: ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ એન્ટીગુઆમાં પ્રત્યાર્પણની પ્રકિયા ચાલુ છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ(ઈડી) અને સીબીઆઈ જેવી ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટીગુઆના અધિકારીઓને દસ્તાવેજો મોકલ્યા છે જેથી કરીને તેઓ તેના પર વિચાર કરે અને ચોક્સીને ભારત પાછા મોકલે. મેહુલ ચોક્સી પોતાના ભાણીયા નીરવ મોદી અને અન્યની સાથે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડ મામલે આરોપી છે. નીરવ મોદીને લંડન પોલીસે મંગળવારે દબોચી લીધો હતો. તેને જામીન પણ મળ્યાં નથી. 

નીરવની આ ધરપકડ બ્રિટનના અધિકારીઓને ભારત તરફથી મોકલવામાં આવેલા આ પ્રકારની જ પ્રત્યાર્પણ ભલામણ બાદ કરવામાં આવી. અધિકારીોએ જણાવ્યું કે ચોક્સી વિરુદ્ધ પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલુ છે અને અમે એન્ટીગુઆ તથા બારબુડાના અધિકારીઓ પાસેથી સકારાત્મક પ્રતિક્રિયાની આશા રાખી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે અને તપાસ એજન્સીઓ તે દેશના અધિકારીઓ પાસેથી આગામી સૂચના મળે તેની રાહ જોઈ રહ્યાં છે. 

આ બાજુ ભારતે બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં બ્રિટીશ અધિકારીઓ દ્વારા કરાયેલી ધરપકડનું સ્વાગત કર્યું છે. ભારતે કહ્યું કે તેઓ જેમ બને તેમ જલદી તેના પ્રત્યાર્પણ માટે બ્રિટન સાથે વાતચીત કરી રહ્યાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે ભારત નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે સતત બ્રિટનના સંપર્કમાં છે. 

કુમારે કહ્યું કે અમે એ વાતનું સ્વાગત કરીએ છીએ કે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બહાર પડાયેલા ધરપકડ વોરંટના બાદ બ્રિટનના અધિકારીોએ નીરવ મોદીની ધરપકડ  કરી. આ બધા વચ્ચે ભાજપે નીરવ મોદીની ધરપકડને વખાણતા તેનો શ્રેય ભારતીય તપાસ એજન્સીઓને તથા મોદી સરકારની 'રાજનીતિક શક્તિને આપ્યો. 

લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV

પાર્ટીના વરિષ્ઠ નેતા તથા  કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર ભાગેડુ હીરા વેપારીના પ્રત્યાર્પણની અરજી પર પ્રમાણિકતાથી આગળ વધી રહી છે અને તેમણે કહ્યું કે ભારતની વૈશ્વિક મહત્તા એક મહત્વપૂર્ણ કારક છે. આ બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેનો શ્રેય મોદી સરકારને આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે આ ધરપકડ કેન્દ્રએ પહેલેથી નક્કી કરેલી હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...