Code of Criminal Procedure:  ઘણી એવી માનવીય પ્રવૃતિ છે.. જેની પરિશમન કાયદા કાનૂનમાં નથી... કાનૂનમાં દૂરવ્યવહાર અથવા તો કોઇ વ્યક્તિ દ્વારા સામાજિક નુકસાન કરવામાં આવે તો તેને ગુનો માનવામાં આવે છે. અમે તમને વાત કરી રહ્યા છીએ કલમ 144ની... કોઇ પણ વિસ્તારમાં ઇમરજન્સી સ્થિતિ અથવા તો કોમી તોફાન જેવી સ્થિતિ સર્જાય તો કલમ 144ના આદેશમાં એટલો પાવર છે કે, જે-તે વિસ્તારમાં શાંતિ બની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે લાગે છે કલમ 144?  
આ એવી પરિસ્થિતિ દરમિયાન લગાવવામાં આવે છે જ્યારે કોઇ તણાવની સ્થિતિ પેદા થાય છે. તેવા સમયે જે-તે વિસ્તારમાં શાંતિ ફેલાવવા માટે આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે. 


અંબાલાલ કરતા પણ ખતરનાક છે બાબુકાકાની આગાહી, માર્કેટમાં આવ્યા હવામાનના નવા નિષ્ણાત


કોણ લાગૂ કરે છે કલમ 144?  
ધારા 144 લાગૂ કરવા માટે જિલ્લા કેલક્ટર એક નોટિફિકેશન જાહેર કરે છે. અને જ્યાં આ નોટિફેકિશન જાહેર થાય તે જગ્યા પર ચાર અથવા ચારથી વધારે લોકો ભેગા થઇ શકે નહીં. આ કલમ અંતર્ગત આવશ્યકતા અનુસાર પ્રતિબંધ લગાવવામાં આવે છે. જેમાં કોઇ રેલી, સભા અથવા ધરણા જેવા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવે છે.


જો કોઇ કલમ 144નું ઉલ્લંઘન કરે તો?   
જો કોઇ વ્યક્તિ  કલમ 144નું ઉલ્લંઘન કરે તો પોલીસ કલમ 170 અથવા તો 151 હેઠળ જે-તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે.


વાયુવેગે ફેલાઈ ચમત્કારની આ ઘટના, યુવકને સપનું આવ્યું ને જમીનમાંથી માતાજી નીકળ્યા


હવે સૌથી છેલ્લે એ જણાવી દઇએ કે, કલમ 144ના ઉલ્લંઘન બદલ આરોપીઓને એક વર્ષ સુધીની જેલ થઇ શકે છે.