વાયુવેગે ફેલાઈ ચમત્કારની આ ઘટના, યુવકને સપનું આવ્યું ને જમીનમાંથી માતાજી નીકળ્યા
Miracle In Arvalli : અરવલ્લીના ભિલોડામાં ચમત્કાર જેવી ઘટના બની છે. ભિલોડાના ઘાંટીમાં ખોદકામ દરમિયાન માતાજીની મૂર્તિ મળી આવી છે. અહીં એક યુવકને રાતે સપનું આવ્યા બાદ તેણે સપનામાં આવેલી જગ્યા પર ખોદકામ કરાવ્યુ હતું. જ્યાંથી મહાકાળી માતાજીની મૂર્તિ મળી આવી હતી. આ વાત વાયુવેગે ભિલોડા પંથકમાં ફેલાઈ છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જમીનમાંથી નીકળેલી મૂર્તિના દર્શન કરવા પહોંચી રહ્યાં છે. ભક્તોની વધુ અવરજવરને કારણે સ્થળ પર મંડપ બાંધી ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઈ છે.
Miracle In Arvalli
Arvalli News
Arvalli Bhiloda News
Gujarat News
Trending Photos