New Tax Regime: સરકારે નવી કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓને મોટી રાહત આપી છે. આ માટે ફાયનાન્સ બિલમાં સુધારા કરવામાં આવ્યા છે. સુધારામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે 7 લાખ રૂપિયાની કરમુક્ત આવક કરતાં થોડી વધુ આવક મેળવનાર વ્યક્તિઓએ વધારાની આવક પર જ ટેક્સ ચૂકવવો પડશે. લોકસભાએ ફાઇનાન્સ બિલ 2023ને મંજૂરી આપી દીધી છે. આમાં, સુધારા દ્વારા નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને થોડી રાહત આપવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થા 1 એપ્રિલથી અમલમાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત
નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં, એવી જાહેરાત કરવામાં આવી હતી કે નવી કર વ્યવસ્થા અપનાવનારા કરદાતાઓ, જેમની વાર્ષિક આવક 7 લાખ રૂપિયા સુધી છે, તેઓએ કર ચૂકવવો પડશે નહીં. નિષ્ણાતો માને છે કે પગારદાર વર્ગના કરદાતાઓને નવી કર વ્યવસ્થા અપનાવવા માટે પ્રેરિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.


કેવો છે નવો ટેક્સ સ્લેબ:
જો 7 લાખથી વધારે આવક હોય તો... 
આવક        ટેક્સ
3-6 લાખ        5 ટકા
6-9 લાખ        10 ટકા
9-12 લાખ        15 ટકા
12-15 લાખ    20 ટકા
15 લાખથી ઉપર    30 ટકા


આ પહેલાં 2020માં એક નવો સ્લેબ રજૂ કરવામાં આવ્યો હતો. જેન ખાસ કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો.


આ પણ વાંચો:
રિચાર્જ વગર પણ કરી શકો છો ફોન, ઈન્ટરનેટની પણ નહીં પડે જરૂર, બસ ડાઉનલોડ કરી લો આ એપ..
ડાયાબિટીસના દર્દી માટે ઘરે બનાવો આ ચૂર્ણ, રાત્રે એક ચમચી આ ચૂર્ણ લેવાથી થશે લાભ
ધડામ થયા સોનાના ભાવ, દાગીના-લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ


2020માં રજૂ કરવામાં આવેલ ટેક્સ સ્લેબ:
આવક        સ્લેબ
0-2.5 લાખ    0%
2.5-5 લાખ    5%
5-7.5 લાખ    10%
7.5-10 લાખ    15%
10-12.50 લાખ    20%
12.50-15 લાખ    25%
15 લાખથી ઉપર    30%


તે સિવાય હંમેશાથી એક ટેક્સ ઉપલબ્ધ છે. જેને અત્યાર સુધી અનેક લોકોએ સબસ્ક્રાઈબ કર્યો છે. જેને ઓલ્ડ ટેક્સ સ્લેબના નામથી ઓળખવામાં આવે છે. તેમાં અઢી લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ આપવો પડતો નથી. 2.5 લાખથી વધારેની આવક પર 5 ટકા ટેક્સ આપવાની જોગવાઈ છે. 


આ પણ વાંચો:
મોંઘવારીની મોટી થપાટ માટે રહો તૈયાર, 1 એપ્રિલથી વધશે CNG-PNG ગેસના ભાવ!
કાર ચલાવતી વખતે કરેલી આ ભુલ ઘટાડે છે કારની માઈલેજ, માઈલેજ વધારવી હોય તો ન કરો આ ભુલ
જો તમારામાં આ 4 ગુણ હશે તો મહિલાઓ આપોઆપ ખેંચાઈ આવશે, બીજા પુરુષો બળીને ખાખ થઈ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube