રિચાર્જ વગર પણ કરી શકો છો ફોન, ઈન્ટરનેટની પણ નહીં પડે જરૂર, બસ ડાઉનલોડ કરી લો આ એપ્લિકેશન
Call Without Recharge And Internet: એક એવી ટ્રિક છે જેનાથી તમે ફ્રી કૉલિંગનો લાભ લઈ શકો છો. આ માટે તમારે કોઈ જ પૈસા નથી ચૂકવવના. બસ એક એપ્લિકેશન જ ડાઉનલોડ કરવાની છે. આ એપ પણ ઈન્ટરનેટ વિના ચાલે છે એટલે તેનો ઉપયોગ કરવા માટે નેટના રિચાર્જનો ખર્ચ પણ નહીં થાય..
Trending Photos
Call Without Recharge And Internet: આજકાલ મોબાઈલ જેટલા જ મોંઘા તેના રિચાર્જ થઈ ગયા છે. મોબાઈલમાં ફ્રી કૉલ મેળવવા તે હવે ગયા જમાનાની વાત ગઈ છે. હવે તમે નિશ્ચિત રકમનું રિચાર્જ કરાવીને જ ફોન કરી શકો છો. પરંતુ એક એવી ટ્રિક છે જેનાથી તમે ફ્રી કૉલિંગનો લાભ લઈ શકો છો. આ માટે તમારે કોઈ જ પૈસા નથી ચૂકવવના. બસ એક એપ્લિકેશન જ ડાઉનલોડ કરવાની છે.
આ પણ વાંચો:
Bluetooth Walkie Talkie નામની એપ્લિકેશનને તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છે. આ એપથી તમે ઈન્ટરનેટ કે રિચાર્જ પર એકપણ રૂપિયા ખર્ચ કર્યા વિના લાઈફટાઈમ ફ્રી કૉલ્સ કરી શકો છો. ફ્રીમાં કૉલ કરવા માટે તમારે નીચેના સ્ટેપ્સ ફૉલો કરવાના છે.
આવી રીતે યૂઝ કરો એપ
1. Bluetooth Walkie Talkie એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલમાં ઈન્સ્ટોલ કરો. જેમાં તમને વાઈ-ફાઈ અને રિફ્રેશના બે ઓપ્શન મળશે.
2. જો તમારે આ એપનો ફાયદો લેવો છે તો તમારે જેની સાથે વાત કરવી છે તેને પણ આ એપ ઈન્સ્ટોલ કરવાનું કહેવું પડશે.
3. હવે તમને ફોનની સ્ક્રિન પર જે બે ઓપ્શન દેખાઈ રહ્યા છે તેના પર ક્લિક કરો
4. તમને નજીકમાં એક્ટિવ તમામ બ્લૂટૂથ ડિવાઈસની યાદી જોવા મળશે.એમાંથી તમે એ ડિવાઈસ પર ક્લિક કરો જેની સાથે વાત કરવા ઈચ્છો છો.
5. આટલુ કરતા તમે આ એપની રેન્જમાં 100 મીટર સુધીના વિસ્તારમાં હોય તેવા વ્યક્તિ સાથે વાત કરી શકો છો. આ માટે તમારે રિચાર્જ કે ઈન્ટરનેટની જરૂર નહીં પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે