કેટી અલ્ફી, નવી દિલ્હીઃ પહાડોમાં હંમેશા ભૂત પ્રેતની કહાની સાંભળવા મળે છે. એકતો પહાડોની વસ્તી એટલી ગીચ હોતી નથી અને લોકો પણ થોડે-થોડે દૂર રહેતા હોય છે. રાતના સમયે પહાડોમાં શાંતિ હોય છે અને તે વિચારવા મજબૂર કરી દે છે કે અહીં કંઈ છે. પહાડી લોકો પણ તે કહે છે કે જ્યારે તમે રસ્તા પર એકલા ચાલી રહ્યાં હોવ અને કોઈ પાછળથી અવાજ આપે તો પાછળ જુઓ નહીં બાકી તમે કોઈ આત્મા કે ભૂતનો શિકાર થઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આજની અમારી કહાની ભારતના ઉત્તરાખંડના એક નાના વિસ્તાર Mount Abbot ની છે જ્યાં એક 100 વર્ષથી જૂની abandoned હોસ્પિટલ છે. આ હોસ્પિટલની પાસે ડોક્ટરો માટે બંગલો કે ક્વાર્ટર પણ છે, જ્યાં તે સમયે બ્રિટિશ લોકો પોતાના પરિવારની સાથે રહેતા હતા. પરંતુ અચાનક એક દિવસ શું થયું આ હોસ્પિટલમાં કે ત્યાં લોકોએ આવાવનું બંધ કરી દીધુ અને ધીમે ધીમે તે એક હોન્ટેડ હોસ્પિટલના નામથી ઓળખાવા લાગી. 



Mount Abbot નો ઈતિહાસ
તો લહાની ઉત્તરાખંડના ચમ્પાવત જિલ્લાની છે અને આ જિલ્લામાં એક જગ્યા છે જેનું નામ Mount Abbot છે. Abbot એક અંગ્રેજ હતો જેના નામ પર આ જગ્યા રાખવામાં આવી. વર્ષ 1900ની વાત છે તે સમયે એક અંગ્રેજ અહીં આવે છે અને પોતાના પરિવાર સાથે એક બંગલો બનાવી રહેવાનું શરૂ કરી દે છે. આસપાસના સુંદર પહાડ, હરિયાળી તેનું મન મોહી લે છે અને તે પરિવાર સાથે રહેવા લાગે છે. બાદમાં Abbot એ પોતાના આ બંગલાને દાન કરી દીધો. તમને જણાવી દઈએ કે આ વિસ્તારની આસપાસ જાણીતા શિકારી Jim Corbett એ એક વાઘનો શિકાર કર્યો હતો અને તેથી પણ આ વિસ્તાર પ્રખ્યાત છે. આ વિસ્તારમાં ગુલદારનો પણ આતંક છે. બંગલાને એક ચેરિટેબલ હોસ્પિટલના નામે કરી દેવામાં આવ્યો કારણ કે તેમની એક ઈચ્છા હતી કે અહીં એક સારી હોસ્પિટલ બને જેથી આસપાસના પહાડી લોકોની સારવાર થઈ જશે. આ હોસ્પિટલમાં ફ્રી સારવાર, સારા ડોક્ટર અને દવાઓ તમામ સુવિધાઓ હાજર હતી. 



કોણ હતા ડો મોરિસ અને એવી કઈ તેમની ભવિષ્યવાણી સાચી થવા લાગી ઘણા વર્ષો પસાર થતા ગયા અને ડોક્ટરની બદલી થતાં નવા-નવા ડોક્ટરો અહીં આવતા ગયા. આ દરમિયાન એક ડોક્ટર આવ્યા, ડોક્ટર મોરિસ જેની સાથે તેમનો પરિવાર પણ હતો. આ હોસ્પિટલમાં તે પોતાની નોકરી શરૂ કરે છે અને તે તમામ બીમારીથી લોકોને સાજા કરતા હતા એટલે લોકો તેમને ભગવાન કે જાદૂગર માનવા લાગ્યા. શરૂઆતના થોડા મહિનાતો બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક ડોક્ટર મોરિસ વિશે એક વસ્તુ વધુ પ્રખ્યાત થઈ ગઈ. એક સમય આવ્યો કે ડોક્ટર મોરિસ દર્દીઓને જોઈ ભવિષ્યવાણી કરી દેતા હતા કે તેનું મોત આ તારીખે આટલા વાગે થઈ જશે. અને તેમ થવા પણ લાગ્યું. જે દિવસે ડોક્ટર મોરિસ કોઈ ગંભીર દર્દીને જોતા તો તેના મોતની તારીખ અને સમય જણાવી દેતા, કારણ કે તેને જીવવાની કોઈ આશા નહોતી. ગામમાં ભોળા લોકો હતા અને અંધવિશ્વાસી પણ, તેઓ પણ તેમની વાતને સાચી માનવા લાગ્યા. કહેવામાં આવે છે કે આવા 100થી વધુ મોત થયા જેની ભવિષ્યવાણી ડોક્ટર મોરિસે કરી હતી. તે સમયે આ ઘટનાઓ વધુ બહાર ન આવી કારણ કે તે સમયે આટલા સાધન નહોતા કે કોઈ તપાસ થઈ શકે. લોકોએ ડોક્ટર મોરિસને અપાર શક્તિઓના સ્વામી બનાવી દીધા. 


ડોક્ટર મોરિસનું સત્ય બહાર આવવા લાગ્યું
ત્યારબાદ એક દિવસ ડોક્ટર મોરિસની પત્ની અને બાળકો બાદમાં ડોક્ટર મોરિસનું પણ મોત થયું અને તે બંગલાની પાસે આવેલા ચર્ચની નજીક એક કબ્રસ્તાન પણ છે જ્યાં મોરિસના પરિવારને દફનાવવામાં આવ્યો અને તે ચર્ચમાં પણ લોકો આવતા જતા રહેતા હતા. ડોક્ટર મોરિસના મોત બાદ તે જગ્યા પર જ્યારે બીજા ડોક્ટર આવ્યા તો આ રાઝ પરથી પડદો હટવા લાગ્યો, જેની ડોક્ટર મોરિસ ભવિષ્યવાણી કરતા હતા. ગામજનોએ તે ડોક્ટરોને મોરિસ વિશે જણાવ્યું કે તે આવી રીતે ભવિષ્વાણી કરતા હતા. ત્યારે ડોક્ટરોને લાગ્યું કે આવી ભવિષ્યવાણી કોઈ ન કરી શકે. આ અસંભવ છે. તો નવા ડોક્ટરોએ તપાસ શરૂ કરી. 



સૌથી પહેલા તપાસમાં તે સામે આવ્યું કે ડોક્ટર મોરિસ દિવસમાં 10-15 દર્દીને જોતા હતા અને તેમાંથી કોઈ એકની સ્થિતિ વધુ ખરાબ હોય તો તે વિશે ડોક્ટર મોરિસ તેના મોતની ભવિષ્યવાણી કરતા હતા. જ્યારે મોરિસ આ વાતની જાહેરાત કરતા તો તે દર્દીને ઉઠાવી તે હોસ્પિટલના એક રૂમમાં રાખવામાં આવતો હતો, જેમાં માત્ર મોરિસને જવાની મંજૂરી હતી. અને તે રૂમમાં જે દર્દી ગયો તે ત્યાંથી જીવતો બહાર આવ્યો નહીં. વધુ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે જેના મોત થયા તેના માટે ડોક્ટર મોરિસ જવાબદાર હતા. 


શું થતું હતું તે રૂમમાં?
કહેવામાં આવે છે કે ડો. મોરિસ એક હોશિંયાર ડોક્ટર હતા અને ખુબ મહત્વકાંક્ષી હતા અને મેડિકલ ફીલ્ડમાં આગળ જવા ઈચ્છતા હતા. ડોક્ટર મોરિસ દર્દીના મોતની તારીખ અને સમય જણાવતા તે સમયે તેને ડાયરીમાં નોટ કરતા હતા. ત્યારબાદ તે ડોક્ટર દર્દીને મારી નાખતા હતા. આ તમામ ઘટનાઓ બાદ લોકો તેમને ડો. ડેથ બોલાવવા લાગ્યા અને આજે પણ તે ડોક્ટર જેથના બંગલાના નામે ઓળખવામાં આવે છે. 


ધીમે ધીમે લોકોએ આ હોસ્પિટલમાં આવાવનું બંધ કરી દીધુ અને બીજા હોસ્પિટલોમાં જવા લાગ્યા. કારણ કે જીંદગી બધાને વ્હાલી હોય છે. નવા ડોક્ટરો આવ્યા બાદ પણ લોકો આ હોસ્પિટલમાં આવ્યા નહીં. બાદમાં હોસ્પિટલ વિશે લોકોએ અનેક પ્રકારની વાતો શરૂ કરી દીધી. અહીં રાત્રે અલગ પ્રકારના અવાજો આવે છે, પડછાયા દેખાય છે, ડવાનો અવાજ આવે છે. ત્યારબાદ હોસ્પિટલને ભુતની હોસ્પિટલ જાહેક રરી દીધી. આજે પણ તે હોસ્પિટલ ત્યાં હાજર છે. પરંતુ હવે ડરને કારણે લોકો ત્યાં જતા નથી. 


Photo credit -https://www.euttaranchal.com/tourism/abbott-mount-church.php


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube