નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મંગળવારે વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન દાખલ એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિની વિગતો આપી છે. પીએમ મોદી પાસે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમની પાસે ખુદનું કોઈ ઘર કે ગાડી નથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે ખુદનું કોઈ ઘર કે ગાડી પણ નથી. પીએમની પાસે કુલ 52,920 રૂપિયા રોકડા (કેશ) છે. તો સ્ટેટ બેન્કની ગાંધીનગર શાખામાં 73,304 તો એસબીઆઈની વારાણસી શાખામાં માત્ર 7000 રૂપિયા જમા છે. પીએમ મોદીની પાસે 2,85,60,338 કરોડની સ્ટેટ બેન્કમાં એફડી છે. 


છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદીની આવક
પીએમ મોદીએ છેલ્લા પાંચ વર્ષની આવકની વિગતો પણ આપી છે.  2018-19 માં તેમની આવક 11,14,230, 2019-20 માં 17,20,760, 2020-21 માં 17,07,930, 2021-22 માં 15,41,870 તો 2022-23 માં પ્રધાનમંત્રીને  23,56,080 રૂપિયાની આવક રહી છે.


પીએમ મોદીની શૈક્ષણિક યોગ્યતા
તો શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1967માં ગુજરાત બોર્ડથી એસએસસી કર્યું હતું. 1978માં તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી લીધી હતી. તો 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએમ મોદીએ માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.


સોનાની ચાર વીંટી પણ છે પીએમ પાસે
પ્રધાનમંત્રીની પાસે સોનાની ચાર વીંટી પણ છે, જે તેમણે વર્ષોથી સંભાળી રાખી છે. પરંતુ તેઓ આ વીટીંઓને પહેરતા નથી. જેની કિંમત 2,67,750 રૂપિયા છે. નેશનલ સેવિંગ સ્કીમમાં પીએમ મોદીની પાસે 9,12,398 રૂપિયા છે. પ્રધાનમંત્રીની કુલ સંપત્તિ ₹3,02,06,889 છે.