‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી હવે કામ નહિ ચાલે... આ છે PMના રાષ્ટ્રને સંબોધનના 10 મહત્વના મુદ્દા
લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ (Independence Day) પર પીએમ મોદીએ દેશનો જુસ્સો આપે તેવુ સંબોધન કર્યું છે. દેશવાસીઓમાં જુસ્સો આવે તે માટે તેઓએ અનેક નવા સંકલ્પો લેવડાવ્યા
ઝી મીડિયા/બ્યૂરો :લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ (Independence Day) પર પીએમ મોદીએ દેશનો જુસ્સો આપે તેવુ સંબોધન કર્યું છે. કોરોનાકાળમાં થાકેલા દેશવાસીઓમાં જુસ્સો આવે તો માટે તેઓએ લાલ કિલ્લા પરથી અનેક નવા સંકલ્પો લેવડાવ્યા છે. તો સાથે જ અનેક યોજનાની જાહેરાતો પણ કરી છે, જે દેશના વિકાસને નવી ગતિ આપશે. કોરોનાકાળમાં લોકો ઘર બેસીને સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે ત્યારે પીએમ મોદી (Narendra Modi) નું સંબોધન લોકોને નવુ બળ આપે તેવું છે. તેઓએ સ્વતંત્રતા દિવસે દેશવાસીઓ માટે અનેક નવી જાહેરાતો કરી છે. સ્વતંત્રતા દિવસ પર દેશવાસીઓને નવા સંકલ્પ લેવડાવ્યા છે. ભારતનો વિકાસ આગળ વધે તેવી જાહેરાતો કરી છે. ત્યારે પીએમ મોદીના સંબોધનની 10 મહત્વની વાતો જાણીએ.
Independence Day પર પીએમ મોદીનો હુંકાર, હવે ‘મેક ફોર વર્લ્ડ’ના મંત્ર સાથે આગળ વધવું છે
1
પ્રત્યેક ભારતીયને હેલ્થ આઈડી અપાશે. તે સ્વાસ્થ્ય ખાતા તરીકે કામ કરશે. તમારો દરેક ટેસ્ટ, દરેક બીમારી, ક્યારે કઈ દવા લીધી હતી, તમારો રિપોર્ટ તમામ માહિતી આ આઈડીમાં સામેલ કરાશે. નેશનલ ડિજીટલ હેલ્થના માધ્યમથી હોસ્પિટલમાંથી દરેક તકલીફોમાઁથી મુક્તિ મળશે
2
નવી યોજનાની જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, નેશનલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર પાઈપલાઈન પ્રોજેક્ટમાં 110 લાખ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવશે. તે માટે અલગ અલગ સેક્ટરમાં લગભગ 7 હજાર પ્રોજેક્ટની ઓળખ કરાઈ છે. તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા મળશે. નવી સદી માટે હવે આગળ વધવુ પડશે. આ સાથે સમુદ્રી તટના સમગ્ર હિસ્સામાં ફોર લેન રોડ બનાવવાની દિશામાં કામ કરીશું.
3
6 લાખથી વધુ ગામામં ઓપ્ટીકલ ફાયીબર નેટવર્ક પહોંચાડવામાં આવશે. 1000 દિવસોમાં આ કામ પૂરુ કરી દેવામાં આવશે. બદલતી ટેકનોલોજીમાં સાયબર સ્પેસ પર આપણી નિર્ભરતા વધતી જઈ રહી છે. તેથી તેમાં ખતરો પણ જોડાયેલો છે. આ માટે ભારત સતર્ક છે. ઓછા સમયમાં નવી સાયબર સુરક્ષા રણનીતિ દેશની સામે મૂકાશે
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube