રસ્તા પર જતા હોઈએ અને ટ્રાફિક પોલીસ રોકે તો શું કરવું. ટ્રાફિક પોલીસને જોઈને ઘણા લોકો રસ્તો બદલી લેતા હોય છે. ઘણી વખત પોલીસને જોઈને ડરી પણ જતા હોય છે તો તમારે આવું કંઈ કરવાની જરૂર નથી.  કોની પાસે શું સત્તા છે અને આપણને શું છુટછાટ મળે છે તે જાણી લેવું જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલા આપને એ જણાવું કે આપને મેમો કોણ આપી શકે. હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અધિકારી કે તેનાથી ઉપરની કક્ષાના અધિકારી તમને મેમો આપી શકે છે. હેડ કોન્સ્ટેબલથી નીચેની કક્ષાના કર્મચારી તમને મેમો ન આપી શકે...ટ્રાફિક પોલીસની સાથે ઘણી વખત હોમ ગાર્ડ હોય છે અને તે આપનું વાહન રોકી અને આપના કાગળ માગતા હોય છે પણ તેમની પાસે આવું કરવાની સત્તા નથી તે ફક્ત પોલીસ અધિકારીની મદદ માટે હોય છે. જ્યારે જવાબદાર પોલીસ અધિકારી હાજર હોય અને જો તે તપાસ કરવા માટેનો આદેશ કરે તો જ હોમગાર્ડ આપનું વાહન તપાસી શકે અને જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલિસ અધિકારીને અથવા પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી શકે.


હવે એ જાણવું જરૂરી છે કે સામાન્ય સંજોગોમાં પોલિસ શું ન કરી શકે. તમે વાહન પર જતા હોય ત્યારે તમારા વાહનમાંથી ચાવી ન કાઢી શકે. ચાલુ વાહનમાં તમારો હાથ ન પકડી શકે કે તમને ખેંચીને દૂર ન લઈ જઈ શકે. જ્યારે તમે ફોરવ્હિલ લઈને જઈ રહ્યા હોય તો અચાનક બેરિકેડ્સ વચ્ચે ન મુકી શકે. જો કોઈ પોલીસ કર્મચારી તમારી સાથે દબાણ કે બળજબરી કરે તો તમે વરિષ્ઠ અધિકારીને ફરિયાદ કરી શકો છો.


ગુજરાતવાળી! ગુજરાતના રૂપાણી બન્યા બિપ્લબ કુમાર દેબ, BJPએ કરી ઉમેદવારોની જાહેરાત


જો તમે ચીપ્સ, બિસ્કિટ, નમકીન ખાતા હોવ તો સાવધાન!, સ્વાસ્થ્ય માટે છે અત્યંત જોખમી


ભાજપને આ રાજ્યમાં હારનો ડર, સરવે સાચા પડયા તો મોદી અને શાહના ગણિતો બગડશે


કોઈ પણ ટ્રાફિક પોલીસ જો તમને દંડ ફટકારે તો તેની પાસે મેમો બૂક અથવા તો ઈ મેમો માટેનું મશીન હોવું જોઈએ એ વિના મેમો ન આપી શકે...


જો ટ્રાફિક પોલીસ તમને રોકે તો વાહનના કાગળ બતાવો એક વાત ધ્યાન રાખો કે તમારે પોલીસને લાયસન્સ બતાવવું જરૂરી છે એ સિવાયના કાગળ બતાવવા કે નહીં એ નિર્ણય તમારો છે. સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989ના રૂલ 139ના રૂલ મુજબ દસ્તાવેજો જમા કરાવવા માટે આપને પંદર દિવસનો સમય મળે છે અથવા જો તમે કાગળ સાથે નથી રાખવા માગતા તો એમ પરિવહન અથવા ડિજિલોકર આ બંને સરકાર માન્ય એપ છે. જેમાં તમે વાહનના ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી રાખી શકો છો અને પોલીસ રોકે તો બતાવી શકો છો.


હવે તમારે શું ન કરવું જોઈએ તે પણ જાણી લો
ક્યારેય પોલીસ સાથે જીભાજોડી ન કરવી. તમે કોઈ ભૂલ કરી છે તો પોલીસને જણાવી દો. કયારેય પોલીસને લાંચ આપવાનો પ્રયાસ ન કરશો અને જો તમારી પાસે કોઈ પોલીસકર્મી લાંચ માગે તો તેમનું નામ અને બકલ નંબર નોંધી લો. જો બકલ નંબર ન મળે તો આઈ ડી પ્રુફ માગો. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ કે પરમિટ નથી તો તમારૂં વાહન જપ્ત થઈ શકે છે અથવા તમારૂં વાહન રજિસ્ટર્ડ નથી તો તે જપ્ત થઈ શકે છે. તો હવે જ્યારે પણ તમને પોલીસ રોકે તો તમે ખોટી તોડબાજી કે હેરાનગતિથી બચી શકશો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube