નવી દિલ્હીઃ ગુરુવારે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આતંકવાદના મુદ્દે ભારતને સાથ આપતાં આતંકવાદી મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતની સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આમ, અમેરિકા સહિત ત્રણ દેશનો પ્રસ્તાવ ભારત માટે મોટો કુટનૈતિક વિજય છે, જ્યારે પાકિસ્તાન માટે મોટો ફટકો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મંજૂરી આપવામાં આવે છે તો તે દુનિયાના એક પણ દેશની યાત્રા કરી શકશે નહીં, તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જશે અને હથિયારો સુધી પણ તેની પહોંચ સમાપ્ત થઈ જશે. 


સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પ્રતિબંધ લાગી ગયા બાદ તમામ દેશ પોતાના ઘરેલુ વ્યવસ્થાતંત્રમાં પણ સંબંધિત આતંકવાદી પર પ્રતિબંધ લગાવી દે છે. આ પ્રસ્તાવ પસાર થઈ જવાથી દુનિયાભરના દેશોમાં અઝહરના પ્રવેશ પર પ્રતિબંધ લાગી જશે. આ ઉપરાંત, તેને કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવાની પણ મંજૂરી રહેશે નહીં. 


'અભિનંદન' : કોઈ પણ શરત વગર પાકિસ્તાન આપણાં પાઈલટને પરત સોંપશે


જાણો સુરક્ષા પરિષદ બાદ અઝહર પર થનારી અસર


  • સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ તેના ફંડને ફ્રીઝ કરવું પડશે. તેની સંપત્તિ, તેના આર્થિક સ્રોતને સંપૂર્ણ પણ બંધ કરી દેવાના રહેશે. 

  • પોતાના દેશમાં રહેલી તેની કોઈ પણ પ્રકારની સંપત્તિને ટાંચમાં લેવાની રહેશે અને સંબંધિત વ્યક્તિ કે તેની સંસ્થાઓના આર્થિક સંસાધનોને બ્લોક કરવાના રહેશે. 

  • સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલો એક પણ દેશ કે તેના લોકો આતંકવાદી અઝહરને કોઈ પણ પ્રકારની મદદ પહોંચાડી શકશે નહીં. 


3 નહીં પરંતુ 20 PAK વિમાનો ઘૂસ્યા હતા ભારતમાં, લેઝર ગાઈડેડ બોમ્બનો કર્યો હતો ઉપયોગ-સૂત્ર


પ્રવાસ પ્રતિબંધની અસર 


  • મસૂહ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયા બાદ તે સંયુક્ત રાષ્ટ્રના સંઘના એક પણ સભ્ય દેશની મુસાફરી કરી શકશે નહીં. 


હથિયારો પર પ્રતિબંધ


  • સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોએ પોતાના હથિયાર, તેના નિર્માણનું પદ્ધતિ, સ્પેર પાર્ટ્સ સહિત હથિયારો સાથે સંકળાયેલી એક પણ વસ્તુનું વેચાણ કે તેના સુધીની પહોંચ પર પ્રતિબંધ મુકવાનો રહેશે.


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...