જો વિક્રમ લેંડર-પ્રજ્ઞાન રોવર નહી જાગે તો ચંદ્રયાન મિશનનું શું થશે, આ રહ્યો જવાબ
Vikram Lander Pragyan Rover: દેશ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના જાગવાની રાહ જોઈ રહ્યો છે. આ સાથે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો બંને નહીં જાગે તો ચંદ્રયાન 3 મિશનનું શું થશે, જો કે ઈસરોને આશા છે કે તેઓ સૂર્યમાંથી ઉર્જા મેળવ્યા બાદ જાગી જશે.
Chandryaan 3 Mission: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડર (vikram lander) અને પ્રજ્ઞાન રોવર (pragyan rover) સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે હજુ સુધી સફળતા મળી નથી, પરંતુ 22મી સપ્ટેમ્બરે ચંદ્ર પર સવાર પડી અને એવી અપેક્ષા છે કે વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરવાનું શરૂ કરશે. આ બધા વચ્ચે એક સવાલ એ છે કે જો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન ફરી કામ નહીં કરે તો શું ચંદ્રયાન 3 મિશન (chandrayaan 3 mission) ને નિષ્ફળ ગણવામાં આવશે?
આજે આ 5 રાશિઓ માટે વર્ષો પછી બની રહ્યો છે સૌભાગ્ય યોગ અને મૂળ નક્ષત્રનો શુભ સંયોગ
Vastu Tips: મીઠાના આ ચમત્કારી ઉપાય ચમકાવશે ભાગ્ય, બસ કરી લો આ કામ
વૈજ્ઞાનિકો શું કહે છે
વિક્રમ અને પ્રજ્ઞાન અંગે સ્પેસ એપ્લીકેશન સેન્ટર (space application center ahemadabad) ના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈએ જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બરે સૂર્યોદય પછી આશા છે કે લેન્ડર અને રોવર કામ કરશે, અમે પૃથ્વી પરથી ચાલૂ કરી શકતા નથી, બંને પર લાગેલા સોલાર પેનલ પરથી તેને ઉર્જા મળશે અને એનર્જી મળ્યા બાદ તેઓ કામ શરૂ કરી શકશે. હાલમાં, બંનેમાંથી કોઈ સિગ્નલ પ્રાપ્ત થયા નથી, જો કે પ્રયાસો ચાલુ છે, લેન્ડર અને રોવર બંને આપમેળે પુનર્જીવિત થશે.
તમે પણ ફ્રોજન શોલ્ડરના શિકાર તો નથી? જાણો કેવી ઓળખશો, ઇગ્નોર કરવું બનશે ખતરનાક
Indian Railway: ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઇ જશો, જાણો શું છે તેની સજા
UPSC ની તૈયારી માટે નોકરી છોડી, 5 વાર થઇ ફેલ, આવી છે સરકારી ઓફિસર બનવાની કહાની
વિક્રમ અને પ્રજ્ઞાન ક્યારે જાગશે?
વિક્રમ અને લેન્ડરે હજુ સુધી કોઈ સંકેત આપ્યા નથી, તે પછી મિશનનું શું થશે તે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. આ વિષય અંગે તેમણે જણાવ્યું હતું કે સંપર્ક ન થાય તો પણ કોઈ વાંધો નથી કારણ કે બંનેએ જે કામ કરવાનું હતું તે કરી લીધું છે, જો સંપર્ક સ્થાપિત થશે તો વધુ સારું થશે. જો બંનેને પુનર્જીવિત કરવામાં આવે તો ચંદ્રની સપાટી પર વધુ પ્રયોગો કરી શકાય. ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક એમ અન્નાદુરાઈએ કહ્યું કે તેમને આશા છે કે ફરી એકવાર અમે કેટલાક વધુ પ્રયોગો કરવામાં સફળ થઈશું.
PPF Vs FD ક્યાં મળશે તમને વધુ ફાયદો?
Dhanteras પહેલાં સોનું ખરીદવું કે ચાંદી? જાણો કોણ આપશે સૌથી વધારે રિટર્ન
Chandrayaan-3: ફરીથી ક્યારે એક્ટિવ થશે વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર? ISRO એ શેર કરી મોટી જાણકારી
22 સપ્ટેમ્બરે થયું હતું સોફ્ટ લેન્ડિંગ
તમને જણાવી દઈએ કે 2 અને 4 સપ્ટેમ્બરના રોજ પ્રજ્ઞાન રોવર-વિક્રમ લેન્ડરને સ્લીપિંગ મોડમાં મૂકવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચંદ્રની સપાટી પરનું તાપમાન -150 ડિગ્રી સેન્ટિગ્રેડ હોય છે. આવી સ્થિતિમાં, સાધનોના કામ કરવાની સંભાવના માત્ર 50 ટકા છે. વૈજ્ઞાનિકોને આશા છે કે તેઓ સૂર્યમાંથી પ્રકાશ મેળવ્યા બાદ જાગી જશે. ચંદ્રયાન 3 મિશન 14 જુલાઈ 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને વિક્રમ લેન્ડર-પ્રજ્ઞાન રોવરે 22 સપ્ટેમ્બર 2023 ના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.
કોઈ પણ પુરૂષને વશમાં કેવી રીતે કરી શકે મહિલાઓ, આ છોકરીએ આપી 5 ટિપ્સ
એક ટેક્સી ડ્રાઈવરના બેંક ખાતામાં અચાનક આવ્યા 9000 કરોડ, બની ગયો રાતોરાત કરોડપતિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube