પટનાઃ બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જાયસવાલે કહ્યુ કે, 2020 વિધાનસભા ચૂંટણીમાં મેન્ડેટ બિહારમાં ભાજપ અને જેડીયૂને મળ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા. બિહારની જનતાને ગદો આપ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે જનતાના જનાદેશની સાથે નીતિશ કુમારે દગો કર્યો. જનતા માફ કરશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય જાયસવાલે કહ્યુ કે, 2005 પહેલા આરજેડીના શાસનકાળમાં બિહારમાં જે સ્થિતિ હતી, નીતિશ કુમાર ફરી તે બિહાર બનાવવા માટે નિકળી પડ્યા છે. કેમ છેતરપિંડી કરી તેનો જવાબ નીતિશ કુમાર આપી શકે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે સવાલ કર્યો કે તેજસ્વી યાદવનો ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે શું, તે પણ જણાવે. 


ભાજપના નેતાએ કહ્યું, 'બીજેપીએ 74 સીટ જીત્યા બાદ પણ નીતિશ કુમારને એનડીએ ગઠબંધનના મુખ્યમંત્રી બનાવ્યા. આ બિહારની જનતા અને ભાજપની સાથે છેતરપિંડી છે, જનતાના નિર્ણયનું ઉલ્લંઘન છે. બિહારની જનતા આ સહન કરશે નહીં.'


આ પણ વાંચોઃ એક વર્ષમાં 26 લાખ રૂપિયા વધી પીએમ મોદીની સંપત્તિ, ગાંધીનગરની જમીન કરી દીધી દાન  


તો કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા આરકે સિંહે કહ્યું, આ અમારા રાજ્યનું દુર્ભાગ્ય છે, 15 વર્ષ આરજેડીની સરકાર રહી, તે (જેડીયૂ) પહેલા પણ આરજેડી સાથે ગયા અને પરત આવી ગયા, હવે ફરી બંને સાથે મળી રહ્યાં છે. તેમાં બિહારની ભલાઈ નથી. આ વિકાસ નહીં સત્તાની રાજનીતિ થઈ રહી છે.


રાજીનામા બાદ શું બોલ્યા નીતિશ કુમાર
રાજ્યપાલને રાજીનામુ આપ્યા બાદ નીતિશ કુમારે કહ્યુ, બંને ગૃહો અને તમામ સાંસદો સાથે આજે બેઠક થઈ. બધાની ઈચ્છા હતી કે આપણે એનડીએનો સાથ છોડી દેવો જોઈએ. જેમ બધાની ઈચ્છા હતી તેને સ્વીકાર કરી લેવામાં આવી અને હું એનડીએ સરકારમાં મુખ્યમંત્રી હતો તેના પરથી રાજીનામુ આપી દીધુ છે. તમામ પાર્ટી સાંસદો અને ધારાસભ્યોની વાત સાંભળ્યા બાદ મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube