ઘોર બેદરકારી...કોરોના ટેસ્ટના ખોટા રિપોર્ટે 35 લોકોના જીવ જોખમમાં મૂક્યા, પોઝિટિવ દર્દીઓ વચ્ચે રહ્યાં
ગૌતમબુદ્ધ નગરમાં બેદરકારીનો એવો કિસ્સો જોવા મળ્યો કે જાણીને હચમચી જશો. કેટલાક લોકોના રિપોર્ટ કોરોના નેગેટિવ હોવા છતાં તેમને કોરોના પોઝિટિવ દર્દીઓવાળા આઈસોલેશન વોર્ડમાં રહેવું પડ્યું. આ બેદરકારીએ 35 લોકોના જીવ જોખમમાં મૂકી દીધા.
નવી દિલ્હી: ગૌતમબુદ્ધ નગરમાં બેદરકારીનો એવો કિસ્સો જોવા મળ્યો કે જાણીને હચમચી જશો. કેટલાક લોકોના રિપોર્ટ કોરોના નેગેટિવ હોવા છતાં તેમને કોરોના પોઝિટિવ દર્દીઓવાળા આઈસોલેશન વોર્ડમાં રહેવું પડ્યું. આ બેદરકારીએ 35 લોકોના જીવ જોખમમાં મૂકી દીધા.
મળતી માહિતી મુજબ આ 35 લોકોના સેમ્પલ પ્રાઈવેટ લેબ્સમાંથી લેવાયા હતાં અને તેમને કોરોના પોઝિટિવ ગણાવવામાં આવ્યાં. જો કે ત્યારબાદ તેમની સરકારી લેબમાં ફરીથી તપાસ કરવામાં આવી અને રિપોર્ટ નેગેટિવ આવ્યો. આ તમામ પ્રાઈવેટ લેબ્સને નોટિસ પાઠવવામાં આવી છે.
જો કે આમ છતાં આ 35 લોકોએ 3 દિવસ સુધી કોરોના સંક્રમિતો સાથે રહેવું પડ્યું. ત્યારબાદ ફરીથી તેમના સેમ્પલ સરકારી લેબમાં ચેક કરાયા તો તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યાં. પછી તમામ 35 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube