નવી દિલ્હીઃ રાજ્યસભામાં બુધવારે બંધારણ (124મો સુધારો) બિલ-2019ની ચર્ચા દરમિયાન અનેક વખત હળવી ક્ષણો જોવા મળી. સાંજે ચર્ચા દરમિયાન જ્યારે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પોતાનો પક્ષ રજૂ કરવાના જ હતા કે કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે ગૃહને માહિતી આપી કે રાત્રે 8 કલાકે માનનીય સભ્યો માટે રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના અંગે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ પ્રસાદે મજાક કરતાં કહ્યું કે, 'માનનીય સભ્યો જાણવા માગે છે કે, ડિનરની વ્યવસ્થા તમે કરી છે કે રીફ્રેશમેન્ટની.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનો જવાબ આપતા વિજય ગોયલે જણાવ્યું કે, સભ્યોએ જે ઈચ્છા પ્રગટ કરી હતી, તેના અનુસાર સેન્ટ્રલ હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. 


અમને ચૂંટણીમાં ફાયદા-નુકસાનની કોઈ ચિંતા નથીઃ વડા પ્રધાન મોદી


એસસી, એસસી, ઓબીસી અનામતને નુકસાન નહીં થાયઃ રામવિલાસ પાસવાન
હાસ્યની આ છોળો બાદ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને બુધવારે જણાવ્યું કે, આ અનામત એસસી, એસટી કે ઓબીસીની અનામતને કાપીને આપવામાં આવતી નથી. તેમણે સામાન્ય વર્ગના લોકોને શિક્ષણ અને રોજગારમાં આર્થિક અનામત આપતી જોગવાઈ અંગેના બંધારણિય(124મો સુધારો) બિલ-2019ને ગરીબો માટે અત્યંત આવશ્યક જણાવ્યું હતું. 


સામાન્ય વર્ગની અનામતની મેચ જીતાડનારો છગ્ગોઃ રવિશંકર પ્રસાદ
ચર્ચામાં ભાગ લેતા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આર્થિક આધારે સામાન્ય વર્ગને અનામત આપવાના મોદી સરકારના નિર્ણયને મેચ વિનિંગ સિક્સર વર્ણવતા કહ્યું કે, હજુ આ મેચમાં વિકાસ સાથે જોડાયેલા અન્ય છગ્ગા પણ જોવા મલશે. પ્રસાદે આ નિર્ણયને તમામ વર્ગો માટે ઐતિહાસિક જણાવ્યો હતો. 


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...