નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ સુદીપ બંદોપાધ્યાયની એક ટિપ્પણી પર કહ્યુ કે, તે ક્યારેય કોઈને ખિજાતા નથી અને ન ગુસ્સે થાય છે, પરંતુ કાશ્મીરનો સવાલ આવે છે તો ગુસ્સો આવી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના નેતૃત્વમાં 'મોડેલ જેલ મેન્યુઅલ'
'ધ ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ, 2022' ને ચર્ચા તથા પાસ કરાવવા માટે ગૃહમાં રાખતા શાહે કહ્યુ કે સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક 'મોડેલ જેલ મેન્યુઅલ' બનાવી રહી છે, જેને રાજ્યોને મોકલવામાં આવશે. 


નહીં જુઓ, કારણ કે તમે સરકારમાં નથી
જ્યારે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ સૌગત રાયે કહ્યુ કે, આ પ્રકારનું કોઈ મેન્યુઅલનો ડ્રાફ્ટ તેમણે જોયો નથી, તો શાહે કહ્યું, 'નહીં જુઓ, કારણ કે તમે સરકારમાં નથી. સરકાર હજુ બનાવી રહી છે. તમે સરકારમાં હોત તો જરૂર જોત. હું તમને આગોતરા જાણકારી આપવા માટે આ વાત કહી રહ્યો છું.'


આ પણ વાંચોઃ વિનય મોહન ક્વાત્રા હશે ભારતના આગામી વિદેશ સચિવ, સરકારે આપી મંજૂરી


શાહે હસ્તા-હસ્તા કહ્યુ..
તેના પર ગૃહમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય કહેતા જોવા મળ્યા કે, 'તમે જ્યારે દાદા (સૌગત રાય) ને બોલો છો તો ખિજાયને બોલો છો. જેના જવાબમાં શાહે હસ્તા-હસ્તા કહ્યુ- નહીં નહીં.. હું ક્યારેય કોઈને ખિજાતો નથી. મારો અવાજ જરા ઉંચો છે.. આ મારૂ 'મેન્યૂફેક્ચરિંગ ડિફેક્ટ છે.'


કાશ્મીરનો સવાલ આવી જાય તો..
તેમણે કહ્યું- હું ક્યારેય કોઈને ખિજાતો નથી અને ન ગુસ્સે થાવ છું. કાશ્મીરનો સવાલ આવે તો (ગુસ્સે) થઈ જાવ છું. બાકી નથી થતો. તેના પર સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો હસ્વા લાગ્યા હતા. 


(ભાષા ઈનપુટની સાથે)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube