New Foreign Secretary: વિનય મોહન ક્વાત્રા હશે ભારતના આગામી વિદેશ સચિવ, સરકારે આપી મંજૂરી
સરકારે આગામી વિદેશ સચિવ તરીકે નેપાળમાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાના નામને મંજૂરી આપી છે. વિનય ક્વાત્રા હર્ષ શ્રૃંગલાની જગ્યા લેશે, જે એપ્રિલના અંતમાં નિવૃત્ત થવાના છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશના આગામી વિદેશ સચિવ માટે વિનય ક્વાત્રાના નામ પર મહોર લાગી ગઈ છે. ક્વાત્રા વર્તમાનમાં નેપાળમાં ભારતના રાજદૂત છે. ક્વાત્રા હર્ષવર્ધન શ્રૃંગલાની જગ્યા લેશે, જે એપ્રિલના અંતમાં નિવૃત્ત થવાના છે. વિદેશ મંત્રાલય દ્વારા આપેલી માહિતી પ્રમાણે કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ નવા વિદેશ સચિવ તરીકે વિનય ક્વાત્રાના નામને મંજૂરી આપી દીધી છે.
કોણ છે વિનય મોહન ક્વાત્રા?
વિદેશ સેવામાં 32 વર્ષથી વધુનો અનુભવ રાખનાર વિનય ક્વાત્રા જિનેવામાં ભારતના સ્થાયી મિશન સિવાય ચીન, દક્ષિણ આફ્રિકા અને ઉઝ્બેકિસ્તાનમાં રાજદ્વારી તરીકે પોતાની સેવા આપી ચુક્યા છે. માનવામાં આવે છે કે ચીન અને અમેરિકા સાથે સંવાદનો ક્વાત્રાને લાંબો અનુભવ છે. ક્વાત્રા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવ પદ પર રહી ચુક્યા છે.
The government of India appoints IFS Vinay Mohan Kwatra as the Foreign Secretary.
He is currently serving as India's envoy to Nepal. pic.twitter.com/xQ89PhNlnn
— ANI (@ANI) April 4, 2022
વિનય મોહન ક્વાત્રા એવા સમય પર વિદેશ સચિવનું પદ સંભાળવા જઈ રહ્યા છે, જ્યારે ડિપ્લોમેટિક સ્તર પર ભારતની સામે ઘણા પડકારો છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. શ્રીલંકામાં આર્થિક સંકટ છે, પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. આ સ્થિતિમાં વિનય મોહન ક્વાત્રાના ખભા પર ભારતની ડિપ્લોમેટિક લાઇનને યોગ્ય દિશા આપવાની જવાબદારી હશે.
આ પણ વાંચોઃ દેહરાદૂનઃ એક મહિલાએ રાહુલ ગાંધીના નામે કરી પોતાની લાખો રૂપિયાની સંપત્તિ, કહ્યું- દેશને તેમની જરૂર
વિનય ક્વાત્રા વિશે કહેવામાં આવે છે કે ચીન અને અમેરિકા સાથે ડીલ કરવાનો તેમની પાસે ઘણો અનુભવ છે અને વૈશ્વિક સ્તર પર આ બંને દેશ આ સમયે ચિંતાનું કારણ બનેલા છે. એક તરફ ચીન રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાનું સમર્થન કરી રહ્યું છે તો બીજીતરફ અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યું છે. વિનય ક્વાત્રા પર ભારત-ચીન અને રશિયાના સંબંધોને સંતુલિક બનાવી રાખવા અને રાષ્ટ્રહિતને આગળ વધારવાની જવાબદારી હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે