પીએમ મોદીએ કર્યો ખુલાસો, માતાએ તેમની પાસેથી લીધુ હતું એક વચન, જેની થઈ ઊંડી અસર
કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર...વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ તેમના માતા જ સર્વસ્વ છે. ઘણાં લોકોને એવું લાગતું હશે કે જેનો પુત્ર દેશનો વડાપ્રધાન હોય તેમની માતાને તો અનેરો આનંદ જ થતો હશે. પણ મોદીનાં માતા માટે પુત્રનું મોટું પદ કોઈ મહત્વ ધરાવતું નથી. સ્વયં વડાપ્રધાને જ આ વાત કરી. આ સાથે જ તેમણે માતા સાથેના સંસ્મરણો વાગોળ્યા. તેમણે કહ્યું કે મારું PM બનવું માતા માટે મોટી વાત નથી. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે માતાને આનંદ થયો અને માતાએ મને કહ્યું, ભ્રષ્ટાચાર ન આચરતો .
નવી દિલ્હી: કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર...વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ તેમના માતા જ સર્વસ્વ છે. ઘણાં લોકોને એવું લાગતું હશે કે જેનો પુત્ર દેશનો વડાપ્રધાન હોય તેમની માતાને તો અનેરો આનંદ જ થતો હશે. પણ મોદીનાં માતા માટે પુત્રનું મોટું પદ કોઈ મહત્વ ધરાવતું નથી. સ્વયં વડાપ્રધાને જ આ વાત કરી. આ સાથે જ તેમણે માતા સાથેના સંસ્મરણો વાગોળ્યા. તેમણે કહ્યું કે મારું PM બનવું માતા માટે મોટી વાત નથી. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે માતાને આનંદ થયો અને માતાએ મને કહ્યું, ભ્રષ્ટાચાર ન આચરતો .
નરેન્દ્ર મોદી... કોઈ આ વ્યક્તિને વખાણે છે, તો કોઈ વખોડે છે. કોઈના માટે તે મહાનાયક છે, તો કોઈના માટે ખલનાયક. પણ દુનિયામાં એક એવી વ્યક્તિ છે, જેઓ નરેન્દ્ર મોદીને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. તે છે મોદીનાં માતા હીરાબા. વડાપ્રધાન પોતાની માતા માટે કેવો આદરભાવ અને પ્રેમ ધરાવે છે તે વાત હવે સાબિત કરવાની જરૂર નથી. હાલમાં જ તેમણે આપેલા ઈન્ટરવ્યૂમાં માતા વિશે ઘણી બાબતો જણાવી.
CBI vs મમતા સરકાર મામલે સીબીઆઈની બે અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
મોદીએ કહ્યું કે મારી માતા હીરાબા માટે મારું વડાપ્રધાન બનવું એ કોઇ મોટી વાત નહોતી. ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે જ્યારે આપ દેશના વડાપ્રધાન બન્યા, ત્યારે આપની માતાને કેવી લાગણી થઇ હતી? એ સમયે બધે મોદી નામ હવામાં ગૂંજી રહ્યું હતું.મારી તસ્વીરો અનેક જગ્યાએ છાપવામાં આવી રહી હતી. ચારે બાજુ ઉત્સાહનું વાતાવરણ હતું. પરંતુ હું વિચારુ છું કે મારી માતા માટે તો સૌથી આનંદની ઘડી એ હતી જ્યારે હું સર્વપ્રથમ ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો. મને આ વાતની જાણ દિલ્હીમાં થઇ હતી કારણ કે તે સમયે હું દિલ્હીમાં રહેતો હતો. મારી માતાને તે સમયે જાણ થઇ કે તેમના દીકરા નરેન્દ્ર મોદીને મોટી જવાબદારીવાળું પદ આપવામાં આવી રહ્યું છે.
પોલીસ કમિશ્નર પાસે એવી કઇ માહિતી છે કે મમતા તેમને બચાવવા બેકરાર છે
મોદીએ આગળ કહ્યું કે મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા હું મારા માતાને મળવા પહોંચ્યો હતો જે મારા ભાઇની સાથે રહેતી હતી. અમદાવાદ આવ્યો તો ચારે તરફ ઉજવણી શરૂ થઇ ગઇ હતી. મારા માતા હીરાબાને પહેલેથી જ ખબર પડી ગઇ હતી કે હું રાજ્યનો નવો મુખ્યમંત્રી બનવા જઇ રહ્યો છુ. હીરાબાને મળવા હું ઘરે પહોંચ્યો તો માએ મારી સામે સ્નેહથી જોયું અને મને વહાલથી ગળે લગાડીને કહ્યું કે સૌથી સારી વાત તો એ છે કે તું ગુજરાત પાછો આવી ગયો.
આટલા હજાર કરોડનું છે શારદા ચીટ ફંડ કૌભાંડ, જેના લીધે મમતા અને CBI છે આમને સામને
આ એક માનો સ્વભાવ હોય છે. માને કંઇ નિસ્બત હોતી નથી કે તેની આસપાસ શું ચાલી રહ્યું છે. મા તો તેના બાળકો સાથે રહેવા તરસતી હોય છે.માએ પછી મારી સામે જોઇને કહ્યું કે, મને ખબર નથી કે તું ત્યાં જઇને શું કરીશ, પણ મને એક વચન આપ કે તું ક્યારેય લાંચ કે ભ્રષ્ટાચાર નહીં કરે. માના આ શબ્દોએ મારા માનસપટલ પર ખૂબ જ ઉંડી અસર કરી હતી. હું જણાવવા ઇચ્છુ છે કે શા માટે એક મહિલા જેણે આખુંય જીવન ગરીબીમાં વિતાવ્યુ છે, જેની પાસે ભૌતિક સુખ સાધનો જ નહોતા, તેણે મને આવા સમયે કોઇ પણ પ્રકારની લાંચ ન લેવાની શીખામણ આપી. ફેસબુક પેજને આપેલા આ ઈન્ટરવ્યૂમાં મોદીએ પોતાના બાળપણ, યુવાની, સંઘમાં વિતાવેલા સમય અને અન્ય બાબતો વિશે પણ વાત કરી..પણ માતા વિશે તેમણે ઉચ્ચારેલા શબ્દો બેશક પ્રેરણાદાયી હતા.