#MamataVsCBI: સુપ્રીમમાં સુનાવણી, CJIએ કહ્યું-'પોલીસ કમિશનર CBI સામે હાજર થાય'

સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર પર શાલદા ચિટ ફંડ મામલે મહત્વના ઈલેક્ટ્રોનિક પુરાવા નષ્ટ કરવાના આરોપમાં સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે સવારે સુપ્રીમ કોર્ટમાં 10.30 કલાકે સુનાવણી શરૂ  થઈ.

#MamataVsCBI: સુપ્રીમમાં સુનાવણી, CJIએ કહ્યું-'પોલીસ કમિશનર CBI સામે હાજર થાય'

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર પર શાલદા ચિટ ફંડ મામલે મહત્વના ઈલેક્ટ્રોનિક પુરાવા નષ્ટ કરવાના આરોપમાં સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે સવારે સુપ્રીમ કોર્ટમાં 10.30 કલાકે સુનાવણી શરૂ  થઈ. સીબીઆઈએ કોર્ટમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ નષ્ટ કરવાની વાત કરી. કેન્દ્રીય તપાસ એજન્સીએ આરોપ લગવ્યો કે રાજીવ કુમાર અગાઉ એસઆઈટીમાં હતાં અને ત્યારબાદ આરોપી સાથે મિલીભગત કરીને પુરાવા નષ્ટ કર્યાં. એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આઈપીએસ અધિકારી રાજીવ કુમારે (જેમણે એપ્રિલ, 2013 અને મે 2014 વચ્ચે ચિટ ફંડ કૌભાંડની તપાસ માટેની સીટનું નેતૃત્વ કર્યું)એ સમગ્ર સામગ્રી સીબીઆઈને સોંપી નથી. 

સીબીઆઈએ કોર્ટમાં આગળ કહ્યું કે વાસ્તવમાં આરોપીઓના કોલ ડિટેલ રેકોર્ડને નોંધવામાં આવ્યો હતો. પરંતુ રાજીવ કુમારે સીબીઆઈને સૈદ્ધાંતિક રીતે કોલ રેકોર્ડ સોંપ્યા છે. કોણ હતું, કોણે બોલાવ્યાં, તેની જાણકારી મીટાવી દીધી છે. સુદિપ્તો સેનના સેલ ફોનને પાછો સોંપી દેવાયો હતો. 

સીજેઆઈએ તે અંગે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે પોલીસ કમિશનર તપાસમાં સહયોગ કરે. તેમણે કહ્યું કે જોવું પડશે કે કેસમાં કયા પુરાવા છે? અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટના 3 જજોની પેનલ દ્વારા આ મામલે સુનાવણી થઈ રહી છે. જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા, જસ્ટિસ ખન્ના હશે. આ ઉપરાંત કોર્ટની અવગણના મામલે દાખલ થયેલી અરજી ઉપર પણ સુનાવણી હાથ ધરાશે. 

CBIની અરજીમાં શું ઉલ્લેખ કરાયો છે
સીબીઆઈએ બંગાળના ચીફ સેક્રેટરી, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનર વિરુદ્ધ દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે અધિકારીઓએ જાણી જોઈને સુપ્રીમ કોરટ્ના આદેશની અવગણના કરી છે. આ બાજુ રવિવાર રાતથી ધરણા પર બેઠેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે જીવ આપી દેવા તૈયાર છું પણ સમાધાન નહીં કરું. આ ધરણાની વચ્ચે જ મમતાએ પોલીસકર્મીઓને સન્માનિત પણ કર્યાં. આ દરમિયાન પોલીસ કમિશનર રાજીવ કુમાર સાથે જ ઊભા હતાં. 

મમતા બેનરજી કરી રહ્યાં છે ધરણા પ્રદર્શન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે ચિટ ફંડ કૌભાંડ મામલાઓમાં સીબીઆઈ દ્વારા કોલકાતા પોલીસ કમિશનરની પૂછપરછ  કરવાની કોશિશ વિરુદ્ધના તેમના ધરણા શુક્રવાર સુધી ચાલુ રહેશે. આ દરમિયાન આરજેડી નેતા તેજસ્વી યાદવ, અને ડીએમકે સાંસદ કનિમોઝીએ બેનર્જીના ધરણા સ્થળે પહોંચીને એકજૂથતા બતાવી. સમાજવાદી પાર્ટીના નેતા કિરણમય નંદા પણ ધરણા સ્થળે પહોંચ્યા હતાં. 

બેનર્જી રવિવાર રાતથી એસ્પ્લાનેડ ક્ષેત્રમાં મેટ્રો ચેનલમાં ધરણા પર બેઠા છે. આ જ જગ્યાએ તેઓ 2006માં ટાટા મોટર્સ દ્વારા પોતાની નાની કારના પ્રોજેક્ટ માટે સિંગુરમાં કરાયેલા કૃષિ જમીન સંપાદન વિરુદ્ધ 26 દિવસ સુધી ઉપવાસ પર બેઠા હતાં. તેમણે કહ્યું કે આ પ્રદર્શન શુક્રવાર સુધી ચાલશે. બોર્ડની પરિક્ષાઓ જલદી શરૂ થઈ રહી છેઆથી અમે લાઉડસ્પીકર નહીં વગાડીએ જેથી કરીને પરેશાન ન થાય. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news