નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના (Coronavirus) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે બધા જાણવા ઈચ્છે છે કે શું કોરોનાની ત્રીજી લહેર (Third Wave) પાછલી લહેરથી વધુ ખતરનાક હશે અને શું આ વખતે બીજી લહેરથી વધુ કેસ આવશે? આ સિવાય કોરોનાની ત્રીજી લહેર ક્યારે ખતમ થશે? મહત્વનું છે કે કોરોનાની ત્રીજી લહેરને લઈને ભારત અને અમેરિકાના નિષ્ણાંતોએ અનુમાન વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની ત્રીજી લહેરનો પીક ક્યારે?
અમેરિકી રિસર્ચ સેન્ટર આઈએચએમઈ (IHME) ના ડાયરેક્ટર ડોક્ટર ક્રિસ્ટોફર મુરે (Christopher Mure) એ અનુમાન વ્યક્ત કર્યુ છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પીક આગામી મહિને ફેબ્રુઆરીમાં આવી શકે છે. ડેલ્ટા વેરિએન્ટની લહેરના મુકાબલે આ વખતે કોરોનાના કેસ વધુ આવશે પરંતુ નવો વેરિએન્ટ ઓમિક્રોનથી ઓછો ગંભીર છે. ભારતમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરનો પીક આવશે તો દરરોજ લગભગ 5 લાખથી વધુ કેસ સામે આવશે. 


ભારતીય એક્સપર્ટે વ્યક્ત કર્યું અનુમાન
તો આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલનું અનુમાન અમેરિકી નિષ્ણાંતથી અલગ છે. પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ પ્રમાણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પીક આ મહિને આવી શકે છે. આ વખતે બીજી લહેરથી વધુ કેસ નોંધાશે. પરંતુ પીક આવ્યા બાદ કેસ ઝડપથી ઘટશે. માર્ચ સુધી કોરોનાની ત્રીજી લહેરનો પીક ખતમ થઈ જશે. 


Corona: દિલ્હીમાં લાગી શકે છે નવા પ્રતિબંધો, DDMA ની બેઠકમાં થયું મંથન  


નવા કેસમાં 12.5 ટકાનો વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના નવા 1,79,723 કેસ નોધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે 35,707,727 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ દેશમાં 7,23,619 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 13.29% થયો છે. 


કોરોનાને માત આપનારાની સંખ્યા 34,500,172 થઈ છે. એક દિવસમાં 46,569 લોકો કોરોનાથી રિકવર થયા છે. કોરાનાથી છેલ્લા 24 કલાકમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા. અત્યાર સુધીમાં 483,936 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 4,033 થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube