સંપત્તિ જપ્ત થતા જ `ભાગેડુ` માલ્યા કરગરવા લાગ્યો, કહ્યું-મારી સાથે અન્યાય થઈ રહ્યો છે
સરકારી બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયા હડપી જવાના આરોપી લિકર કિંગ વિજય માલ્યા હવે કરગરવા લાગ્યો છે. શુક્રવારે તેણે સતત અનેક ટ્વિટ કરીને કહ્યું કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે.
નવી દિલ્હી: સરકારી બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયા હડપી જવાના આરોપી લિકર કિંગ વિજય માલ્યા હવે કરગરવા લાગ્યો છે. શુક્રવારે તેણે સતત અનેક ટ્વિટ કરીને કહ્યું કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે. હકીકતમાં હાલમાં જ ડીઆરટી રિકવરી અધિકારીએ ભારતમાં માલ્યાની 13 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે. માલ્યા વિરુદ્ધના આ કાર્યવાહી લોન ન ચૂકવવાના કારણે બેંકોના કંસોર્ટિયમ તરફથી ડીઆરટી અધિકારીએ કરી છે.
માલ્યાએ આજે કરેલી પોતાની પહેલી ટ્વિટમાં કહ્યું કે ડીઆરટી રિકવરી ઓફિસરે ભારતમાં હાલમાં તેના સમૂહની 13 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. હજુ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે હું સરકારી બેંકોના 9000 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છું. જેના કારણે આ બેંકોને નુકસાન થઈ રહ્યું છે. આવામાં ન્યાય ક્યાં છે?....
બેંગ્લુરુ: HALનું મિરાજ 2000 ટ્રેનર ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ, પાઈલટનું મોત
ત્યારબાદ પોતાની બીજી ટ્વિટમાં તેણે લખ્યું કે હું રોજ સવારે ઉઠું છું તો ડીઆરટી તરફથી એક નવી જપ્તીના અહેવાલ મળે છે. હવે તો આ કુલ જપ્તી 13000 કરોડને પાર કરી ગઈ છે. બેંકોએ બધા વ્યાજ સહિત 9000 કરોડ રૂપિયાના લેણાની વાત કરી છે. જો કે તેની પણ હજુ સમીક્ષા થવાની છે. આ બધુ ક્યા સુધી ચાલશે... ન્યાય ક્યાં છે?
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...