મહારાષ્ટ્રનાં કેટલાક ખાસ લોકોને 370 હટતા ખુબ જ તકલીફ થઇ રહી છે: પ્રસાદ
પ્રસાદે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, તે શું છે ? તે અમે નહી પરંતુ કોંગ્રેસનાં જ નેતાઓ શોધી રહ્યા છે
મુંબઇ : કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi shankar Prasad) શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને (Maharashtra Assembly Elections 2019) ધ્યાનમાં રાખી મુંબઇમાં હતા. પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી જેમાં તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું. પ્રસાદે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ ક્યાં છે ? તેમણે અમે નહી પરંતુ કોંગ્રેસના જ નેતા શોધી રહ્યા છે. તેમના નેતાઓ વિચારી રહ્યા છે કે દરેક ગંભીર સ્થિતીમાં તેઓ ગાયબ થઇ જાય છે.
ગંભીર સંકટ તરફ આગળ વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા: રઘુરામ રાજનની ચેતવણી
પ્રસાદે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં કેટલાક લોકોને કલમ 370 પર આ સવાલ શા માટે પુછવામાં ન આવે કે કોંગ્રેસે તેનો વિરોધ શા માટે કર્યો હતો ? આ સવાલ શરદ પવાર સામે પણ છે. આજ સુધી કોંગ્રેસે એવું જ નથી જણાવ્યું કે, આર્ટિકલ 370થી અત્યાર સુધી દેશને શા માટે ફાયદો થયો છે. જમ્મુ કાશ્મીરમાં આ કલમના કારણે જમ્મુની એક હિંદુ બેટી દિલ્હીના હિન્દુ પુત્ર સાથે લગ્ન કર્યા હોત તો તેને સમ્પતીમાંથી બેદખલ થવું પડ્યું હોત. કાશ્મીરીઓ ત્યાંથી પરાણે ભગાવવામાં આવ્યા. આર્ટિકલ 370 અલગાવવાદ અને આતંકવાદનું પોષક બન્યુ હોત. આજે સરદાર પટેલનો આંદર કરવાનું મન થાય છે. 560 રજવાડાઓમાંથી માત્ર એકમાં જ સમસ્યા શા માટે થઇ રહી છે, તેનો જવાબ રાહુલ ગાંધીએ આપવો જોઇએ.
જ્યારે પ્લેનમાં ન્યૂડ થઇને સ્વીડિશ નાગરિકે હોબાળો કરવાનું ચાલુ કર્યું
VIDEO: સેમીફાઇનલમાં મળેલા પરાજય અંગે મેરીકૉમે ઉઠાવ્યા સવાલ, ટ્વીટર પર શેર કરી મેચ
કાયદામંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્રની ચૂંટણીની વિભાજન રેખા ખુબ જ ક્લિયર છે. એક તરફ એક નેતા સમગ્ર વિશ્વમાં ઓળખ સમાન છે, તેમણે દેશમાં ગવર્નન્સનાં ત્રણ મહત્વનાં આયામ આવ્યા છે. દેવેન્દ્ર ફડવણવીસ આ ગવર્નન્સ પર પ્રભાવી પદ્ધતીથી કામ કરી રહ્યા છે. 2008માં મુંબઇ પર હુમલો થયો હતો તે સમયે પ્રદેશ અને દેશની સરકાર હતાશ જોવા મળી રહી હતી પરંતુ આજે દુશ્મ મુંબઇમાં તો શું દેશનાં કોઇ પણ શહેરમાં હુમલો કરવાની હિમ્મત નથી કરતો કારણ કે હવે જવાબ ઉરી અને બાલાકોટની જેમ મળશે. અમે જે બોલીએ છીએ તે કરીએ પણ છીએ.