ભારતનો આ સૌથી મોટો ખજાનો ક્યાં ગાયબ થઈ ગયો, આજ સુધી રહસ્ય છે અકબંધ
ભારતમાં ઘણા રહસ્યમયી ખજાના છે. આ ખજાનાને શોધવા માટે હજારો પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ સફળ થયું ન હતું. આ ખજાનાની વિગતો આજદિન સુધી જાણી શકાઈ નથી. આવો જાણીએ ભારતના આવા રહસ્યમય ખજાના વિશે...
નવી દિલ્હી: ભારતમાં ઘણા રહસ્યમયી ખજાના છે. આ ખજાનાને શોધવા માટે હજારો પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ સફળ થયું ન હતું. આ ખજાનાની વિગતો આજદિન સુધી જાણી શકાઈ નથી. આવો જાણીએ ભારતના આવા રહસ્યમય ખજાના વિશે...
નાદિર શાહના ખજાનાનાં રહસ્યો
વર્ષ 1739માં નાદિર શાહે દિલ્લી પર હુમલો કર્યો, ત્યારબાદ તેણે તેને કબજે કરી લીધો. આ હુમલામાં નિર્દોષો માર્યા ગયા હતા. આ સાથે નાદિર શાહે દિલ્લીને પણ લૂંટી લીધું. મયુર સિંહાસન અને કોહિનૂર ઉપરાંત તેણે મોટા પ્રમાણમાં સોનાના સિક્કા અને રત્નો પણ લૂંટી લીધા હતા. કહેવાય છે કે યુદ્ધને કારણે નાદિર શાહ આ લૂંટાયેલા ખજાના પર ધ્યાન આપી શક્યા ન હતા. પાછા ફરતી વખતે, નાદિર શાહની સેનામાં વરિષ્ઠ અધિકારીઓએ ખજાનાનો મોટો ભાગ છુપાવી દીધો. આજ સુધી આ અમૂલ્ય ખજાનાની શોધ થઈ નથી.
Unique Temple: આ મંદિરમાં જતાં જ ભક્તો થઇ જાય છે માલામાલ! પ્રસાદમાં મળે છે સોના-ચાંદીના ઘરેણાં
માનસિંહનો રહસ્યમય ખજાનો
માનસિંહ પ્રથમનો રહસ્યમયી ખજાનો આજ સુધી કોઈ શોધી શક્યું નથી. અકબરની સેનાના કમાન્ડર અને જયપુરના પૂર્વ શાસક માનસિંહ પ્રથમ મોહમ્મદ ગઝનીના ખજાના સાથે ભારત આવ્યા હતા. એવું કહેવાય છે કે, માનસિંહ આ ખજાનો 1580માં અફઘાનિસ્તાનથી લાવ્યા હતા અને તેને જયગઢ કિલ્લામાં છુપાવીને રાખ્યો હતો. તેણે આ ખજાનો અકબરને આપ્યો ન હતો. ઘણા માને છે કે, માનસિંહે આ ખજાનો મહેલના સંકુલની ભૂગર્ભ ટાંકીમાં ખજાનો છુપાયેલો છે. ઈમરજન્સી સમયે ઈન્દિરા ગાંધીએ કિલ્લો ખોદવાની સૂચના આપી હતી. પરંતુ ખોદકામ દરમિયાન કંઈ મળ્યું ન હતું.
Bizarre: એક વિચિત્ર ઘટના જેણે બધાને ચોંકાવી દીધા, કબરમાંથી બહાર આવી રહી છે 'મૃતકોની આંગળીઓ'!
બિહારના સોન ભંડાર
સોન ભંડાર બિહારના પ્રખ્યાત પર્યટન સ્થળ રાજગીરમાં આવેલા છે. એવું માનવામાં આવે છે કે સોન ભંડારની ગુફાઓમાં એક રહસ્યમય ખજાનો છે. સોન ભંડારની ગુફામાં એક રહસ્યમય દરવાજો છે. હજારો પ્રયત્નો પછી પણ આ દરવાજો કોઈ ખોલી શક્યું નથી. આ દરવાજો ખોલવા માટે ઘણી વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી હતી. આ ગુફાના દરવાજા પર મૂકેલા પથ્થર પર શંખના છીપમાં કંઈક લખેલું છે, જે આજ સુધી કોઈ વાંચી શક્યું નથી. લોકોનું માનવું છે કે તે છીપ પર ખજાનાનાં દરવાજાને ખોલવાની વાત કહેવામાં આવી છે. જો કોઈ આ વાંચન ઉકેલી શકે તો, ખજાના સુધી પહોંચી શકે છે.
એવા દેશ જ્યાં શિફ્ટ થશો તો સામે મળશે રૂપિયા, જાણો શું છે કારણ
ચારમિનાર ટનલમાં છુપાયેલો ખજાનો
હૈદરાબાદ સ્થિત ચારમિનાર અને ગોલકોંડા કિલ્લાને એક ટનલ જોડે છે. એવું માનવામાં આવે છે કે તેમને જોડતી ટનલમાં ખજાનો છુપાયેલો છે. સુલતાન મોહમ્મદ કુલી કુતુબ શાહે આ ટનલ બનાવી હતી. કહેવાય છે કે હૈદરાબાદના રાજવી પરિવારે આ સુરંગમાં ખજાનો છુપાવ્યો છે. આજ સુધી આ ખજાનો કોઈ શોધી શક્યું નથી.
કૃષ્ણા નદીના ખજાનાનું રહસ્ય
આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે વિશ્વના શ્રેષ્ઠ હીરા મળી આવ્યા હતા. આ હીરા કોલ્લુરમાં કૃષ્ણા નદીના કિનારેથી મળી આવ્યા હતા. લોકોનું માનવું છે કે આ જગ્યાએ હીરાની ખાણ છે. એવું માનવામાં આવે છે કે ગોલકોંડામાં એક કુદરતી ખજાનો છે જ્યાં માત્ર હીરા જ હીરા છે. જોકે, હીરાના આ ખજાનાને શોધવા માટે કંઈ ખાસ પ્રયત્નો કરવામાં નથી આવ્યા. હીરાના ખજાનાનું આ રહસ્ય આજ સુધી અકબંધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube